અમરેલીના વડેરા અક્ષર પ્રાથમિક શાળા ખાતે ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા પરપ્રાંતીય શ્રમિક પરિવારના બાળકો કે જે વાડીઓમાંથી શાળાએ ચોમાસાની સિઝન દરમિયાન ચાલુ વરસાદે આવન-જાવન કરી રહ્યા છે, તેના માટે વરસાદથી બચવા એક અમ્બ્રેલા યુનિટ ઉભું કરવામાં આવ્યું છે, જેમાં આ શ્રમિક પરિવારના ૬૨ બાળકોને છત્રી વિતરણ કરવામાં આવી હતી, તેમજ આ છત્રીને રાખવા માટે શાળામાં એક સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં ગામના સરપંચ ભરતભાઈ હપાણી તેમજ ગામ આગેવાનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો.