લીલીયા મોટા મહાલ કેળવણી મંડળ સંચાલિત અમૃતબા વિદ્યાલયમાં આજે સવારે ૧૧ કલાકે જિલ્લા શિક્ષણ અધિકારી મનોહરસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના વોકેશનલ એજ્યુકેશન વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ડો. હસમુખ કરડેએ તમામ મહેમાનોનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મનોહરસિંહ ગોહિલ અને મહેશભાઈ ગોધાણીએ વિદ્યાર્થીઓને આઈ.ટી. અને એગ્રીકલ્ચર જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપી કારકિર્દી ઘડતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ખ્યાતીબેન કાનાણી અને ભૂમિકાબેન ડોબરીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.










































