અમરેલીના લાપાળિયા ગામ સમસ્ત દ્વારા પૂજારી હરિરામ બાપુના સ્મરણ માટે રુ.૧.૫૦ કરોડના ખર્ચે ૮૦ વર્ષ જૂના મંદિરના સ્થાને નવા રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય રીતે આરંભ થયો છે. ગામમાં ધજા પતાકાઓના શણગાર કરાયા છે. આ કાર્યક્રમમાં એક સાથે ૭૦ જેટલા યુગલો દ્વારા યજ્ઞશાળામાં બેસીને પૂજાની વિધિ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સાવરકુંડલાની લલુભાઈ શેઠ હોસ્પિટલ દ્વારા ગ્રામજનો માટે પ્રથમ દિવસે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો દર્દીઓએ લાભ લીધો હતો.