ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે યોજાયેલી SGFI નેશનલ કુરાશ ચેમ્પિયનશીપમાં અમરેલીના ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. દેશના ૨૯ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૦૦ ખેલાડીઓ વચ્ચે ગુજરાતને કુલ ૧૪ મેડલ મળ્યા, જેમાંથી અડધા એટલે કે ૭ મેડલ એકલી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા, અમરેલીના ખેલાડીઓએ જીત્યા છે.સંસ્થાના રમતવીરોએ ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સફળતાની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે, ગોલ્ડ મેડલ વિજેતા ધાંધલા વિધિ અને પેથાણી કાવ્યા હવે તુર્કિસ્તાન ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.