અમરેલીના મોણપુર ગામે દેરાણીની ખબર કાઢવા આવેલી જેઠાણીને મુંઢ માર મારવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે બાબરામાં રહેતા પાયલબેન અરવિંદકુમાર કોચરે રોહિતભાઈ ખીમજીભાઈ મકવાણા તથા કંકુબેન ખીમજીભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના દેરાણીએ આંતરડાનું ઓપરેશન કરાવેલું હોવાથી ખબર કાઢવા માટે મોણપુર ગામે આવ્યા હતા. આરોપીએ તેમને તથા સાહેદને ગાળો આપી,શરીરે ઢીકા પાટુનો મુંઢમાર માર્યોે હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.