અમરેલીના માળીલા ગામ પાસે સ્મશાન નજીક રોડ ઉપર કૂતરું ઉતરતાં બાઈક ચાલકે સંતુલન ગુમાવતા ઘાયલ થયો હતો. જેના કારણે સારવાર અર્થે લઈ જવાયો હતો. આ દરમિયાન તેનું મોત થયું હતું. નવનીતભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, તેમના મોટાભાઇ રમેશભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૫૫) પોતાના હવાલાવાળું મોટરસાયકલ રજી નં.ય્ત્ન ૧૪ છઈ ૦૮૯૪નું લઇને ચલાલાથી અમરેલી દાંતના ડોકટરને બતાવવા જતા હતા. તે દરમ્યાન ચલાલા અમરેલી રોડે માળીલા ગામ નજીક ગામના સ્મશાન પાસે રોડ ઉપર પહોંચતા ઓચિંતા કૂતરું આડું પડતા કાબુ ગુમાવ્યો હતો. જેથી મોટરસાયકલ સાથે રોડ ઉપર પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા જઈ હતી. તેમજ શરીરે નાની મોટી મુઢ ઇજાઓ થતા સારવારમાં લઇ જતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.








































