અમરેલીના માંગવાપાળ ગામે મહિલાએ ઉંદર મારવાની દવા પીધી હતી, જ્યારે લાઠીના કેરીયા ગામે યુવકે ગળાફાંસો ખાધો હતો. માંગવાપાળ ગામે રહેતા પ્રવિણભાઈ અરજણભાઈ રૂપારેલીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, ઉષાબેન પ્રવિણભાઈ રૂપારેલીયા (ઉ.વ.૪૯)ને છેલ્લા ૧૪ વર્ષથી માનસિક બીમારી હતી. જેની દવા શરૂ હતી. જેથી કંટાળી જઈ પોતાની મેળે ઉંદર મારવાની ઝેરી દવા પીધી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. લાઠીના કેરીયા ગામે રહેતા ગીતાબેન અજીતભાઈ વાઘેલા (ઉ.વ.૬૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર પથુભાઈ અજીતભાઈ વાઘેલા (ઉ.વ.૩૦)ની પત્ની રિસામણે હતી. જેથી મનમાં લાગી આવતાં પોતાની મેળે ઘરમાં લાકડાના વાંસા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા.