બાબાપુર સર્વોદય સંસ્થાની પોસ્ટ બેઝિક હાઇસ્કૂલના વર્ષ ૧૯૭૨થી ૧૯૭૬ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તાજેતરમાં યોજાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને તે સમયના ગુરુજી વિજયાબેન ઘોરપડે તેમજ સંસ્થાના સેવકગણ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બાલઘરના બાળકોએ “સર્વોદય ગાન” રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મંદાકિનીબહેને સૌનું સ્વાગત કર્યું હતું. ગુરુ વિજયાબહેને પોતાના વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા અને જૂની યાદો તાજી કરી હતી. મહાનુભાવોએ સંસ્થાના કાર્યોને બિરદાવ્યા હતા. આવેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય, કૌટુંબિક અને વ્યવસાયિક માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. અંતમાં અખિલભાઈ દવેએ સૌનો આભાર માન્યા હતો.