અમરેલીના નાના ભંડારીયા ગામે તાજેતરમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પરપ્રાંતીય મજૂરો અંગે ખેડૂત ખાતેદારોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. લેવાયેલ નિર્ણય મુજબ, ખેડૂતોએ મજૂરોને ભાગિયું રાખતી વખતે ફરજિયાત સ્ટેમ્પ પેપર પર કરાર કરવો પડશે. આ સાથે મજૂરોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ફોટા જેવા દસ્તાવેજો લેવાના રહેશે, તેમજ ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. સભામાં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ગઢવી, બીટ જમાદાર કૌશિકભાઈ, સરપંચ પ્રતિનિધિ નરેશધાઈ ત્રાપસિયા, ઉપસરપંચ ઘનશ્યામ દેવાણી અને ગ્રામજનો હાજર રહ્યા હતા.ચર્ચા-પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા બાદ સરપંચે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.









































