અમરેલીના તરકતળાવ ગામે ભાભલુભાઈ બાઘુભાઈ વાળા (ઉ.વ.૪૦)ના રહેણાંક મકાને ફરજામાંથી
દેશી દારૂ ૧૮ લીટર, દેશી દારૂનો ૨૦૦ લીટર આથો સહિત ૮૬૩૬ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ મળ્યો હતો. અમરેલીમાં લાઠી રોડ રેલવે ફાટક પાસેથી પણ પાંચ લીટર પાવીનો દેશી દારૂ પકડાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી સાત ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.