અમરેલી શહેરનો જીવાદોરી ડેમ એટલે કે ઠેબી ડેમમાં પાણીના પૂરતો સ્ત્રોત ન હોવાથી શહેરીજનોને ઘણીવાર પાણી કાપનો સામનો કરવો પડતો હતો. શહેરીજનોને પાણીકાપનો સામનો ન કરવો પડે તે માટે બે વર્ષ પહેલા અગ્રણી વનરાજભાઈ કોઠીવાળે મુખ્યમંત્રી, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી રજૂઆતમાં વનરાજભાઈએ જણાવ્યું હતું કે ઠેબી ડેમને ડેડ સ્ટોક સુધી જ ભરવામાં આવે છે જેના કારણે પાણીનો સ્ટોક ખાલી થઈ જાય છે અને પાણી વિતરણની વ્યવસ્થા પણ ખોરંભે ચડી જાય છે ખાસ કરીને ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે આ બાબતે રજૂઆત થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જમીન સંપાદન કરવાની મંજૂરી આપતા હવે ઠેબી ડેમ પૂરેપૂરો ભરાશે આમ વનરાજભાઈ કોઠીવાડની રજૂઆત રંગ લાવી હતી.