અમરેલીના જસવંતગઢ ગામના ખેડૂત સાથે બેંક કર્મીએ રૂપિયા સાત લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હતી. બનાવ અંગે રામજીભાઈ પરશોતમભાઈ સોરઠીયા (ઉ.વ.૬૦)એ યસ બેંક ચિતલ શાખાના અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીના યસ બેંક ચિતલ ખાતેના સી.સી.ખાતામાં તા.૨૪/૦૧/૨૦૨૩ ના રોજ રૂ.૭,૬૦,૦૦૦ ની સી.સી. લોન જમા થઈ હતી. આ રકમ તેમની જાણ બહાર તેના બચત ખાતામાં રૂ.૭,૫૦,૦૦૦ની એફ.ડી કરી તે એફ.ડી તોડી તે એફડીની રકમ સી.સી. ખાતામાં જમા કરી હતી.
૦૪/૦૩/૨૦૨૪ ના રોજ તેમના સી.સી.ખાતા માંથી રૂ.૭,૦૦,૦૦૦ ઉપાડી તેમજ આ બાબતની જાણ તેમને ન થાય તે માટે આરોપીએ ફરિયાદીના સી.સી. ખાતામાં અલગ-અલગ તારીખોમાં વ્યાજ પેટેના કુલ રૂ.૯૩,૦૦૦ જમા કરી તેમની સાથે યસ બેંકના કર્મચારીએ છેતરપીંડી કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ જે ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.