અમરેલીના ઈશ્વરીયા ગામ નજીકથી કતલખાને ધકેલાતી આઠ ભેંસ અને બે પાડાને બચાવી લેવામાં આવ્યા હતા. ઈકબાલભાઈ ગુલમહમદભાઈ કુરેશી (ઉ.વ.૫૩) તેમના હવાલાના ટ્રકમાં આઠ ભેંસ તથા બે પાડાને કોઈપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર ખીચોખીચ રીતે બાંધીને લઈ જતા ઝડપાયા હતા.