અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના બંગલો પર સીબીઆઇ દ્વારા રેડ કરવામાં આવી છે. વાસ્તવમાં મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા પર સીબીઆઇએ દરોડા પાડ્યા છે.
પ્રાથમિક વિગતો મુજબ આ રેડ અમાન્ય કોલેજા અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. આ સાથે મોન્ટુ પટેલ પર કોલેજાને માન્યતા આપવા માટે લાંચ લેવાનો આરોપ પણ છે.
અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના બંગલે સીબીઆઇના દરોડા પડ્યા છે. દિલ્લીની ઓફિસ પર અને ઘરે લાંચ લેવાનો આરોપ લાગવાની વચ્ચે હવે આ મોટી કાર્યવાહી સામે આવી છે. આ સાથે હવે મહારાષ્ટ્રની કોલેજાને આપેલી માન્યતામાં આચરેલી ગેરરીતિની તપાસ થશે. આજે અમદાવાદના ઝુંડાલ સ્થિત બંગલે દરોડા પાડયા છે.