અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર કાયદો-વ્યવસ્થાને ચુંટકારો આપતી લોહીયાળ ઘટના સામે આવી છે. બારેજડી વિસ્તારમાં નજીવી પૈસાની લેતીદેતીને લઈને શરૂ થયેલો ઝઘડો અચાનક જીવલેણ બની ગયો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ‘બાદશાહ’ નામના યુવક પર છરીથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો. ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ભય, શોક અને તણાવનો માહોલ છવાઈ ગયો છે. ખુલ્લેઆમ થયેલી આ કરપીણ હત્યાએ લોકોમાં સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે. ઘટનાસ્થળે પોલીસ દોડી આવી તપાસ શરૂ કરી છેવિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બારેજડી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને પડકાર આપતી ગંભીર ઘટના સર્જાઈ હતી. રૂપિયા બાબતે લાંબા સમયથી સળગતો વિવાદ અંતે લોહીયાળ રૂપ ધારણ કરી ગયો. માહિતી મુજબ, બાદશાહ અને કેટલાક શખ્સો વચ્ચે ચાલી રહેલી પૈસાની ખેંચતાણ ઘટનાના દિવસે વિસ્ફોટક બની ગઈ. બંને પક્ષો વચ્ચે શરૂ થયેલી તીવ્ર બોલાચાલી પળોમાં જ ઉગ્ર બની ગઈ અને વાતચીતનો મુદ્દો હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ હદ પાર કરી દીધી.ઝઘડાએ જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે સામેના પક્ષે પોતાનું સંયમ ગુમાવી દીધું. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ બાદશાહ પર છરી વડે વારંવાર ઘાતકી પ્રહાર કર્યા. છરીના એક પછી એક ઘા લાગતા બાદશાહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો. રસ્તા પર વહી રહેલા લોહી અને ભયાનક દૃશ્યે વિસ્તારને થરથરી ઉઠાવ્યો. ગંભીર ઈજાઓને કારણે બાદશાહનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું. આ નિર્દય હત્યાએ સમગ્ર પંથકને સન્નાટામાં ધકેલી દીધું છેબનાવની જાણ થતાં જ વિવેકાનંદનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવાના હેતુથી ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ખુલાસો થયો છે. પરંતુ પોલીસે આરોપીઓની ચાલાકી નિષ્ફળ બનાવી, ઝીણવટભરી પૂછપરછ અને તપાસના આધારે ઘટનાની ગૂંચવણ ઉકેલી નાખી. અંતે લોહીયાળ હત્યાનું સાચું કારણ કારણ બહાર આવ્યું હતું.પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. હાલ સમગ્ર ઘટના અંગે વધુ વિગતો મેળવવા પોલીસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ ઘટનાને પગલે બારેજડી સહિત આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જાવા મળી રહ્યો છે.