અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ અને સુરક્ષા જાગવાઈઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર સવારે ૭ વાગ્યાથી લઈને રાત્રે ૯ વાગ્યા સુધી કોઈપણ પ્રકારના ભારે વાહનો શહેરમાં પ્રવેશી શકે નથી. આ ભારે વાહનોમાં ટ્રાવેલ્સ બસ, ડમ્પર, કન્સ્ટ્રકશન બોઇલર, અને અન્ય મોટા ભારે વાહનો વગેરેને શહેરમાં પ્રવેશવાની મનાઈ છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના રસ્તાઓ પર વધતા ટ્રાફિકનું દબાણ ઓછું કરવા અને અકસ્માતોના જાખમને અટકાવવાનો છે.

પરંતુ હકીકત એકદમ વિપરીત છે. શહેરના અનેક મુખ્ય માર્ગો પર હજુ પણ આવા ભારે વાહનો ધોળાદિવસે દોડતા જાવા મળી રહ્યા છે. ભારે વાહનોને પ્રવેશ બંધી છતાં અનેક વાહનો શહેરના રસ્તા પર દોડતા જાવા મળે છે. ત્યારે આ જાઇને એકવાત સ્પષ્ટ થાય છે કે નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે અને નિયમોનો અમલ થઈ રહ્યો નથી. પોલીસનું જાહેરનામું હોવા છતાં ભારે વાહનો શહેરમાં ફરી રહ્યા છે.

ત્યારે એવામાં હવે સવાલ એ ઉભા થાય છે કે જયારે પોલીસ દ્વારા સ્પષ્ટ જાહેરનામું બહાર પડાયું છે કે ભારે વાહનોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, તો આ વાહનોને શહેરમાં પ્રવેશવાની છૂટ કોણે આપી? ક્યાંક ને ક્યાંક તો વ્યવસ્થામાં છીંડાં છે, કે ભારે વાહનોને એક નિશ્ચિત સમયગાળા દરમિયાન શહેરની હદમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં આ વાહનો શહેરમાં પ્રવેશી શકે છે. આ ભારે વાહનો શહેરના રસ્તાઓ પર ફરી રહ્યા છે ત્યારે પોલીસ શું કરી રહી છે. જાહેરનામું હોવા છતાં આ વાહનો ફરી રહ્યા છે ત્યારે પોલીસ આવા વાહનો સામે કોઈ કાર્યવાહી શા માટે નથી કરી રહી? આવા ઘણા સવાલો પોલીસ સામે ઉભા થઈ છે.

આ મુદ્દો વધુ ગંભીર ત્યારે બની જાય છે જ્યારે તેનું સીધું ઉદાહરણ આપીએ તો ગઈકાલે રાજકોટમાં એક ભયાનક ઘટના બની હતી. એક ડમ્પરની અડફેટે ચઢતા એક યુવતીનું મોત નિપજ્યું હતું. આવા અકસ્માતોની શક્યતાઓ અમદાવાદમાં પણ વધે એ પહેલાં કડક પગલાં ભરવા જરૂરી છે. કેમ કે આવા ભારે વાહનો ન માત્ર ટ્રાફિકને અવરોધે છે પણ રસ્તાઓ પર ચાલતા નાગરિકોની જીવલેણ ખતરો પણ બની શકે છે.

ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ તંત્રને હવે વધુ સતર્ક બનવાની જરૂર છે. આવા વાહનો સામે દંડ અને કાયદાકીય કાર્યવાહી તાત્કાલિક થવી જાઈએ. જાહેરનામું એ ફક્ત જાહેરાત માટે નહીં, અમલ માટે હોય છે – અને જા તેનો અમલ નહીં થાય, તો ભૂલ આજે નહીં તો કાલે જીવલેણ સાબિત થઈ શકે છે.