અમદાવાદમાં નશાખોરી અટકવાનું નામ નથી લેતી. નશીલા પદાર્થોની હેરાફેરી અટકવાનું નામ લઇ રહી નથી. આવા જ એક તાજા બનાવમાં, અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એકવાર નશીલા દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી પરત ફરેલી ફ્લાઇટમાં આવેલા ૨ મુસાફરો પાસેથી હાઈબ્રિડ ગાંજા ઝડપાયો છે. કસ્ટમ વિભાગે ૪.૫ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવા સાથે એક યાત્રીની ધરપકડ કરી છે. બેંગકોકથી અમદાવાદ પરત ફરી રહેલી ફ્લાઇટમાં સફર કરી રહેલા મુસાફરોએ પોતાની બેગ્સમાં આ ગાંજાને છુપાવ્યો હતો. વળી પ્રાપ્ત થતી માહિતી અનુસાર,ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ આૅફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ પણ બેંગકોકથી આવેલી ફ્લાઇટના યાત્રીની ધરપકડ કરી હતી. તેની પાસેથી અંદાજે ૧૦ કિલોગ્રામ જેટલા હાઇબ્રિડ ગાંજા મળી આવ્યો હતો. આ ગાંજાની સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને નશીલા દ્રવ્યોની હેરાફેરીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો એ તમામ બાબતો અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરતમાં પણ નશાખોરીના ડામવાના ભાગરૂપે પોલીસે લીધેલા પગલામાં ૨૨ કિલો ગાંજા પકડાયો હતો. સુરત શહેરની વરાછા પોલીસે મળેલી બાતમીના આધારે પગલાં એક જણની ગાંજા સાથે ધરપકડ કરી હતી. પોલીસે પકડેલો આરોપી પાછો બીજા કોઈ નહીં પણ સીઆરપીએફ કોન્સ્ટેબલ છે. પોલીસે પકડેલો આરોપી શિમાંચલ ચેતન નાહક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.