અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. અસારવા વિસ્તારમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. સિવિલ હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પાલડી, અંજલી, જાધપુર, શાસ્ત્રીનગર, વેજલપુર, થલતેજ, સેટેલાઈટ, ઓઢવ વાડજ,નિર્ણયનગર વગેરે વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ પડયો હતો
ગુજરાતની જનતા આતુરતાથી ચોમાસું બેસવાની રાહ જાઇ રહી છે. જા કે હવે રાહ જાવાનો સમય પુરો થયો છે. રાજ્યમાં આગામી ૩ દિવસમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી છે. ૧૭થી ૧૯ જૂન સુધી તેમણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. માત્ર સૌરાષ્ટ્રજ નહીં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલની આગાહી છે.
મધ્ય ગુજરાતના વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તો પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે. મહેસાણા, પાલનપુર, થરાદ, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. અંબાલાલે આગામી ૨૬ જૂનથી ૩૦ જુન અતિભારે વરસાદની આગાહી કરી છે.