અભિષેક બચ્ચન હાલમાં પોતાની પ્રોપર્ટી ડીલ માટે પણ હેડલાઇન્સમાં છે. તેમણે મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં પોતાનો લક્ઝરી ડુપ્લેક્સ વેચી દીધો છે. ૧૪.૫ કરોડ રૂપિયામાં થયેલા આ સોદાએ રિયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે.નોંધણી દસ્તાવેજા અનુસાર, એપાર્ટમેન્ટનો કુલ કાર્પેટ એરિયા ૨,૨૪૯ ચોરસ ફૂટ છે. આ એપાર્ટમેન્ટ મહાલક્ષ્મીના પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ, ગોદરેજ પ્લેનેટના ટાવર ૪ ના ૪૦મા અને ૪૧મા માળે આવેલું છે.
આ સોદો ૧૨ ફેબ્રુઆરીના રોજ રજીસ્ટર થયો હતો. તેમાં ત્રણ કાર પા‹કગ સ્લોટ પણ શામેલ છે. આ એપાર્ટમેન્ટની કિંમત આશરે ૬૪,૪૭૩ પ્રતિ ચોરસ ફૂટ છે. મહાલક્ષ્મીનો ગોદરેજ પ્લેનેટ પ્રોજેક્ટ મુંબઈના ટોચના પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ્‌સમાંનો એક માનવામાં આવે છે. તે પાંચ ટાવરનો પ્રોજેક્ટ છે જેમાં ૨, ૩ અને ૫ બીએચકે એપાર્ટમેન્ટમાં ૩૦૦ થી વધુ લક્ઝરી એપાર્ટમેન્ટ છે.
અભિષેક બચ્ચનનો રિયલ એસ્ટેટ જગતમાં નોંધપાત્ર પ્રભાવ હોવાનું કહેવાય છે. સ્ક્રીનના અહેવાલ મુજબ, અભિષેક બચ્ચને રિયલ એસ્ટેટમાં ૨૧૯ કરોડનું રોકાણ કર્યું છે. ૨૦૨૫માં જ અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલી વિસ્તારમાં ૧૫.૪ કરોડમાં છ એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા. ૨૦૨૪ની શરૂઆતમાં, અભિષેકે તેના પિતા અમિતાભ બચ્ચન સાથે મળીને મુલુંડમાં ૧૦ લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા, જેની કુલ કિંમત ૨૪.૯૫ કરોડ હતી. આમાંથી આઠ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા ૧૦૪૯ ચોરસ ફૂટ અને બેનો કાર્પેટ એરિયા ૯૧૨ ચોરસ ફૂટ હતો.
૨૦૨૪માં સ્ક્વેર યાર્ડ્‌સના અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને છેલ્લા ચાર વર્ષમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની મિલકતો ખરીદી છે. અહેવાલો અનુસાર, અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ ૨૮૦ કરોડ રૂપિયા છે. હુરુન રિચ લિસ્ટ ૨૦૨૫ મુજબ, બચ્ચન પરિવારની કુલ સંપત્તિ ૧૬૩૦ કરોડ રૂપિયા છે, અને તે સતત વધી રહી છે.
મિલકત ઉપરાંત, અભિષેકે રમતગમતની દુનિયામાં પણ ભારે રોકાણ કર્યું છે અને તે નોટો છાપી રહ્યો છે. તે ફૂટબોલ અને કબડ્ડી ટીમોનો માલિક છે. અભિષેકે સૌપ્રથમ કબડ્ડી ટીમ “જયપુર પિંક પેન્થર્સ” ખરીદી હતી, જેનાથી તેને ૧૦૦ ગણું વળતર મળ્યું. અભિષેક બચ્ચને ફૂટબોલ ટીમ “ચેન્નઈ એફસી” અને ઇÂન્ડયન સુપર લીગમાં પણ રોકાણ કર્યું છે. બાદમાં, અભિષેકે ૨૦૧૫ માં તેના પિતા અમિતાભ સાથે મેરિડિયન ટેક નામની ટેક કંપનીમાં રોકાણ કર્યું. અભિષેક ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ નોંધપાત્ર આવક મેળવે છે. તે પ્રતિ ફિલ્મ ૧૦-૧૫ કરોડ લે છે.
વ્યાવસાયિક મોરચે, અભિષેક બચ્ચન આગામી ફિલ્મ “કિંગ” માં શાહરૂખ ખાન સાથે અને “રાજા શિવાજી” માં જાવા મળશે. ૨૦૨૫ માં, તે ત્રણ ફિલ્મોમાં દેખાયોઃ “કાલીધર લપતા,” “બી હેપ્પી,” અને “હાઉસફુલ ૫.”