સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નાબાલિક યુવતી સાથે છેતરપીંડી અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપી મોહમ્મદ સાજીદે પોતાની ઓળખ છુપાવવા માટે ‘અભિષેક ગુપ્તા’ નામે ખોટું આધારકાર્ડ બનાવ્યું હતું અને તેનાથી ધોરણ-૧૨માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.આરોપીએ ખોટી ઓળખનો લાભ લઈ યુવતીનો વિશ્વાસ જીતી લીધો અને પછી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટના બહાર આવતાં જ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
માહિતી મુજબ, આરોપી બિહાર ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસે મુખ્ય આરોપી સાજીદને પકડી પાડ્યો હતો. આ કેસમાં તેને મદદ કરનાર તેના ભાઈ સહિત કુલ ૫ લોકોને પોલીસે ઝડપી લીધા છે.એડિટીંગ એપનો ઉપયોગ કરી સરકારી દસ્તાવેજમાં છેડછાડ કરી તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ એડિટિંગ એપનો ઉપયોગ કરીને સરકારી દસ્તાવેજામાં છેડછાડ કરી હતી અને તે આધારે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો.ઈચ્છાપોર પોલીસે તમામ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને ૪ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેસના અન્ય પાસાઓ પણ તપાસી રહી છે.
ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.સી.ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓએ જે રીતે હિન્દુ નામનો ઉપયોગ કરી સગીરા સાથે છેતરપીંડિ આચરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ હાલ પાંચેય આરોપીઓની રિમાન્ડ દરમ્યાન પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્્યતાઓ છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.










































