કપડવંજના ધારાસભ્ય રાજેન્દ્ર ઝાલાના માણસોએ નિકુંજ પટેલના માર મારવા મામલે ધારાસભ્ય ફરી વિવાદમાં આવ્યા છે. વિવાદમાં આવેલા ધારાસભ્ય રાજેન્દ્ર ઝાલા સામે ભોગ બનનાર નિકુંજ પટેલના પિતા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી.

ધારાસભ્યના માણસો દ્વારા નિકુંજ પટેલને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ધારાસભ્યના માણસોએ નિકુંજ પટેલનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિકુંજ પટેલે ખરાબ રસ્તા અંગે ધારાસભ્યને સંબોધીને પોસ્ટ કરી હતી. પોસ્ટને લઈ ધારાસભ્યના માણસોએ નિકુંજ પટેલના માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસને જાણ કરી હોવા છતાં ફરિયાદ ન નોંધતા હોવાનો પણ કરવામાં આવ્યો છે.

નિકુંજ પટેલના પિતા રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કપડવંજના ધારાસભ્ય રાજેન્દ્ર ઝાલાના માણસો દ્વારા મારા છોકરાની દુકાને ગયા હતા. મારા છોકરાનું અપહરણ કરવા માટે આવ્યા હતા અને કહેલ કે ચાલ ગાડીમાં બેસી જો તને રાજેન્દ્રભાઈ ઝાલાના ફાર્મ હાઉસ પર લઈ જવાનો છે. પછી મારો છોકરો એકટીવા લઈ રાજેન્દ્ર ઝાલાના માણસોની ગાડીની પાછળ જતો હતો. સિવિલ કોર્ટની પાછળ અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. અને એકટીવા મુકી ગાડીમાં બેસી જો તે ખોટી કોમેન્ટો કરી છે. આજે તને પતાવી દેવાનો છે. જે બાદ મારા દીકરાને માર મારવામાં આવ્યો હતો. જે બાદ વર્ધી નોધાવવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. તેમજ બીજા દિવસે અરજી આપી હતી. તો પણ કોઈ જવાબ મળ્યો નથી.

માતરના ધારાસભ્ય બાદ કપડવંજના ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. ખેડા કપડવંજના ધારાસભ્યના મળતીયાઓની દાદાગીરીના આક્ષેપ કરવામાં આવ્યા છે. આંત્રોલીના યુવકે છીપડી-તોરણા બિસ્માર રોડની સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી. યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ધારાસભ્યના મળતીયાઓ યુવક પાસે પહોંચ્યા હતા.