અદાણી ગ્રુપની કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ રૂ. ૭૪,૯૪૫ કરોડનો કર ચૂકવ્યો, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ચૂકવવામાં આવેલા કર કરતાં લગભગ ૨૯ ટકા વધુ છે. જૂથે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ રૂ. ૫૮,૧૦૪ કરોડનો કર ચૂકવ્યો હતો. અદાણી ગ્રુપ દ્વારા ચૂકવવામાં આવેલા રૂ. ૭૪,૯૪૫ કરોડના કરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કર તેમજ કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે કરવામાં આવેલા ચુકવણીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના ચોથા ક્વાર્ટરમાં તેના ઉત્તમ પ્રદર્શનના આધારે ગ્રુપે જંગી નફો કર્યો હતો.
અદાણી ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ ૨૦૨૫ (એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫) માટે લિસ્ટેડ કંપનીઓ દ્વારા સરકારી તિજારીમાં અદાણી ગ્રુપનું કુલ યોગદાન ૨૯ ટકા વધીને રૂ. ૭૪,૯૪૫ કરોડ થયું છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. ૫૮,૧૦૪ કરોડ હતું.” ગ્રુપે જણાવ્યું હતું કે તેની લિસ્ટેડ કંપનીઓ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી સિમેન્ટ લિમિટેડ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે સૌથી વધુ કર ચૂકવ્યો છે.
કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આમાં ગ્રુપની ૭ લિસ્ટેડ કંપનીઓ – અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ દ્વારા જારી કરાયેલા સ્વતંત્ર વાર્ષિક અહેવાલોનો ડેટા શામેલ છે.” આ આંકડામાં ત્રણ અન્ય લિસ્ટેડ કંપનીઓ એનડીટીવી,એસીસી દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સનો પણ સમાવેશ થાય છે જે ઉપરોક્ત ૭ કંપનીઓ દ્વારા નિયંત્રિત છે.
અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં સારો ઉછાળો જાવા મળી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી પાવર, અદાણી ગ્રીન સોલ્યુશન્સ, અદાણી ટોટલ ગેસ, એસીસી લિમિટેડ, અંબુજા સિમેન્ટ્સના શેરમાં વધારો જાવા મળી રહ્યો છે.