ઘઉંઃ ગાભમારાની ઈયળ તથા લીલી ઇયળનો ઉપદ્રવ જણાય તો
કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
• ગેરૂ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા ઝાયનેબ દવા ૧૦ લિટર પાણીમાં ૨૫ થી ૩૦ ગ્રામ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડ્યે બીજા છંટકાવ ૧૦ દિવસ બાદ કરવો.
• હજુપણ ઘણા ખેડૂતભાઈઓ ઘઉંનું વાવેતર કરે છે. તેના માટે ખાસ સૂચના કે તેઓ વહેલી પાકતી જાતોનું જ વાવેતર કરે.
• દાણા પર કાળી ટપકીના નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા હેક્ઝાકોનેઝોલ અથવા પ્રોપીકોનેઝોલ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
ઘઉંના પાકની ડુંડીઓ સુકાવાનું ખરું કારણ ફ્રોસ્ટ ઇન્જરી છે એટલે રાત્રિ દરમિયાન તાપમાન ખૂબ નીચું જવાથી તેમજ ઘઉંની ડુંડી નિઘલ્યાં બાદ ઉપરથી રાસાયણિક ખાતર નાખવા કે છંટકાવથી ઘઉંના પાકને ઈંજરી થાય છે. આ માટે કોઈ બિનજરૂરી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં કે ખાતર આપવું નહિ.
કાળા ટપકાંનો રોગઃ ઓળખઃ ફૂગથી થતો આ રોગ મોડા વાવેતર કરેલ ઘઉંમાં આવવાની શકયતા વધુ હોય છે. રોગીસ્ટ દાણાના ભૃણનો ભાગ કાળો પડી દાણાની ચમક ઘટાડે છે. જેને કારણે બજાર ભાવ ઓછા મળે છે.
રોગ વ્યવસ્થાપનઃ ઘઉનું મોડું વાવેતર ન કરવું. છેલ્લું પિયત આપતી વખતે કયારામાં પાણી વધારે પડતું ભરાઈ ન રહે તે જાવું. રોગ નિયમિત આવતો હોય તો દાણા બેસવાના સમયે મેન્કોઝેબ ૭પ વે.પા. (ર૭ ગ્રામ/૧૦ લિટર પાણી) મુજબનો છંટકાવ કરવો.
અળસી અને પાન ખાનાર ઈયળ કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨ મિ.લિ. ૧ લિટર પાણીમાં ભેળવી ઝારા વડે દર ચોરસ મીટર દીઠ ૨ લિટરના દરે ધરૂવાડીયુ નાખ્યા બાદ દસ દિવસે જમીનમાં આપવું. બીનરાસાયણિક ઉપાય તરીકે લીમડાના ૧ કિ.ગ્રા. પાનનો અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી આ દ્રાવણ જમીનમાં ચૂસાય તે રીતે આપવું.
તલ: તલના પાન કુકડાઈ ન જાય તે માટે તેમાં આવતી જીવાતના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી અથવા ફેનાઝા:ક્વિન ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
રાઈ: રાઈ પાકમાં મોલો-મશીના નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સ્યાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
રજકોઃ પાન ખાનાર ઈયળના નર ફુદાંને આકર્ષવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
• પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરપાયારીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૧૦ ઇસી ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
ધાણાઃ ભૂકી છારોઃ
ઓળખઃ ધાણામાં આ રોગ ફૂગના બીજાણુઓ મારફત ફેલાય છે. જેમાં રોગગ્રસ્ત છોડના નીચેના પાન પર સફેદ છારી :જોવા મળે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં થડ, ડાળી અને પાન પર પણ સફેદ ફુગનું આવરણ જાવા મળે છે. દૂરથી જોતાં છોડ રાખોડીયા રંગનો જોવા મળે છે. રોગની તીવ્રતા વધુ હોય તો ઘણી વખત ધાણામાં દાણા પર પણ સફેદ છારીનું આવરણ જોવા મળે છે. જેના લીધે દાણા ચીમળાઈ જાય છે અને કદમાં નાના રહે છે. આથી વજન ઓછું થાય છે. આ રોગ જા ફુલ અવસ્થાએ લાગુ પડે તો વધારે નુકસાન થાય છે. પરંતુ, દાણા ભરાવાની અવસ્થાએ લાગે તો સરખામણીએ ઓછું નુકસાન થાય છે.
રોગ વ્યવસ્થાપનઃ રોગની શરૂઆત થાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ વે.પા. (૨૫ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) મુજબનું દ્રાવણ બનાવી ૧પ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. દાણાની પાકટ અવસ્થાએ ૩૦૦ મેશ ગંધકની ભૂકી એક હેકટરે ર૦ કિલોગ્રામ મુજબ છંટકાવ કરી શકાય.
જીરૂ :ભૂકી છારોઃ
ઓળખઃ ફૂગથી થતો આ રોગ જીરૂમાં ફુલ અવસ્થાએ જાવા મળે છે. શરૂઆતમાં છોડના નીચેના પાન અને થડ પર સફેદ છારી જેવું આવરણ :જોવા મળે છે. સમય જતા ફુગની વૃદ્ધિ છોડના જમીન ઉપરના બધા જ ભાગો પર જાવા મળે છે. પરિણામે છોડ પર સફેદ પાવડર છાંટેલ હોય તેવું દૂરથી દેખાય છે. જે સમય જતાં રાખોડી રંગમાં ફેરવાઈ જાય છે. રોગ લાગેલ છોડનો વિકાસ અટકે છે. તેમજ ફૂલ ખરી જવાને કારણે દાણા બેસતા નથી. બેસે તો ચીમળાયેલા, વજનમાં હલકા અને અવિકસિત રહે છે. પરિણામે દાણાની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને ઉત્પાદન ઓછું મળે છે.
રોગ વ્યવસ્થાપનઃ સંરક્ષણાત્મક પગલા તરીકે પાક ફૂલ અવસ્થાએ આવે અથવા રોગની શરૂઆત થાય કે તુરત જ દ્રાવ્ય ગંધક ૮૦ વે.પા. (૨૫ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા મેટીરામ પપ પાયરેકલોસ્ટ્રોબિન પ ડબલ્યુ.જી. (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણી) મુજબનું દ્રાવણ બનાવી બે થી ત્રણ છંટકાવ વારાફરતી કરવા.
• જીરાના પાકને ર૦૦-રપ૦ મિ.લિ. પાણીની જરૂર પડે છે. જીરાના પાકનું પિયત એ જાખમી પાસુ છે જેથી વાદળછાયું અને ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે કોઈપણ સંજાગોમાં પિયત ન આપવું. જીરાને ધીમે ધીમે હલકા પિયત આપવા. વિસ્તાર અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પાકને પિયતની જરૂરીયાત જુદી જુદી રહે છે.
• મોલોમશીનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો. અથવા ડીનોકેપ ૪૮ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ગંધક ૮૦% વેટેબલ પાવડર ૨૫ ગ્રામ અથવા ૩૦૦ મેશનો ગંધક પાવડર હેકટરે ૧૫ થી ૨૦ કિ.ગ્રા. અથવા પ્રોપીકોનેઝોલ અથવા હેકઝાકોનેઝોલ ૧૦ મિ.લિ. છંટકાવ કરવો.
• જીરૂમાં ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર ૨૫ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો.
ધાણા અને મેથી
• ધાણા અને મેથીના પાક માટે ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન વાવેતર બાદ ૪૦ થી ૪પ દિવસે પૂર્તિ ખાતર તરીકે આપવો.
લસણ: :જો શ્રમયોગીઓની અછત હોય અને નીંદણો વધારે પ્રમાણમાં થતાં હોય ત્યાં સંકલીત નીંદણ નિયંત્રણ માટે નિંદામણનાશક ઓકસીડાયઝોન (ર.૦ લિટર) ૦.પ૦૦ કિ.ગ્રા. સક્રિય તત્વ (બજારમાં મળતી રોનસ્ટાર નામની દવા ૪૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં) અથવા ઓકસીફલુઓરફેન (૧.૦ લિટર) ૦.ર૪૦ કિ.ગ્રા. સક્રિય તત્વ (બજારમાં મળતી ગોલ-ર-ઈ ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં) પ્રમાણે પ૦૦ લિટર પાણીમાં ઓગાળીને પાકની વાવણી બાદ બીજા દિવસે છંટકાવ કરવો સાથે સાથે વાવણી બાદ ૪૦ દિવસે એક વખત હાથથી નિંદામણ કરવાથી નીંદણોનું અર્થક્ષમ અને અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
ડુંગળીનું ધરું ઉછેર: સેન્દ્રીય અને રાસાયણિક ખાતર: એક ગુંઠા ધરૂવાડીયાના વિસ્તાર માટે:
• ૫૦ થી ૭૦ કિ.ગ્રા. છાણીયું કે ગળતીયું ખાતર અથવા ૧૦ કિ.ગ્રા. દિવેલીનો ખોળ
• ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, (એમોનિયમ સલ્ફેટ ૨.૫ કિલો)
• ૫૦૦ ગ્રામ ફોસ્ફરસ (ડીએપી ૧.૦ કિલો) ગાદી કયારા તૈયાર કર્યા બાદ બીજની વાવણી પહેલા પુંખીને
પંજેઠી મારી જમીન સાથે ભેળવી દેવું.
• બીજના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું.
• ધરૂવાડીયાની જમીનમાં ઝીંક અને લોહતત્વની ઊણપ જણાતી હોય છે માટે એક ગુંઠામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ૨૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ અને ૧૦૦ ગ્રામ બોરેક્ષને જમીન તૈયાર કરતી વખતે પાયામાં આપવું.
શાકભાજીઃ
• ગલકા માટે પુસા ચીકની, ગુજરાત ગલકા-૧, પુસા સૂપીયાનું વાવેતર કરવું.
• દુધીઃ જૂનાગઢ લોંગ ટેન્ડર, પૂસા નવીન, પૂસા સમર પ્રોલીફીક લોંગ, અર્કા બહાર, પૂસા મેઘદૂત, પંજાબલોંગ, પંજાબ ગોળ, આણંદ દુધી – ૧, પૂસા સંકર – ૩ નું વાવેતર કરવું.
• તુરિયાઃ ગુજરાત જૂનાગઢ સંકર તુરીયા -૧, પુસા નસદાર, ગુજરાત આણંદ તૂરીયા-૧ નું વાવેતર કરવું.
• ભીંડા માટે ગુજરાત ભીંડા-ર, ગુજરાત આણંદ ભીંડા-૫, વર્ષા ઉ૫હાર, પુસા મખમલી, ગુજરાત જૂનાગઢ ભીંડા-૩, ગુજરાત જૂનાગઢ ભીંડા સંકર-૨, ગુજરાત જૂનાગઢ ભીંડા સંકર-૩ નું વાવેતર કરવું.
વેલાવાળા શાકભાજી: પરવળમાં ઈયળના નિયંત્રણ માટે
• જીવાતમુક્ત વેલાની રોપણી માટે પસંદગી કરવી.
• ઉપદ્રવિત વેલાઓ કાપી લઈ તેને જમીનમાં ઊંડે દાટી નાશ કરવો.
• વેલાની ફરતે કાર્બોફયુરાન ૩ થી ૫ ગ્રામ / વેલા પ્રમાણે રોપણીના ૧૫ દિવસ બાદ આપવું.
• વેલા પર ગુંદરની ગાંઠો ઉખેડી તેના ઉપર થાયોડીકાર્બ ૭૫ વેપા ૫૦૦ ગ્રામ એક લિટર પાણીમાં મિશ્ર કરી પેસ્ટ બનાવી વેલા પર ચોપડવી.