ચોમાસુ મગફળી: બીજને પટ્ટ આપવા માટે પ્રથમ ફૂગનાશક પછી જંતુનાશક અને છેલ્લે જૈવિક દવાનો પટ્ટ આપનો. દરિયાઈ વનસ્પતિ પ્રવાહી ખાતર ૩.૫% નો છંટકાવ વાવણી પછી ૧૫, ૩૦ અને ૪૫ દિવસે કરવો. સોયાબીનઃ આ પાક તત્વોનું વધુ શોષણ કરતો પાક છે. મગફળી કે અન્ય પાક થતા હોય તો તેજ વાવવા જોઈએ.
ઉગસૂકનો રોગ: આ રોગ એસ્પરજીલસ નામની ફૂગથી થતો હોય છે.
રોગની ઓળખ અને નુકશાન: રોગને કારણે બીજનું સ્ફુરણ થયા પહેલા સડી જાય. ઉગવાની શકિત ગુમાવે. ચાસમાં ખાલા પડેલ જગ્યાએથી ખોલતાં કાળા ફૂગના બીજાણુંથી છવાયેલ બીજ મળે તેને ઉગાવાનો પ્રથમ સડો કહેવાય. રોગ અંકુર નીકળી ગયા બાદ લાગે તો ફૂગ બીજપત્ર પર દેખાય અને આખો છોડ સુકાઈ જાય. આ રોગ છોડ ૧ થી ૧ ૧/ર માસનો થાય ત્યાં સુધી દેખાય. થડ પર ચાઠા પડી અને સડી જાય.
કપાસમાં રાસાયણિક ખાતર ક્યારે, કેટલું અને કેવી રીતે આપવું

ક્રમ ખાતરનું નામ ડીએપી કિ/હે પોટાશ કિ/હે એમો.સલ્ફેટ કિ/હે. યુરીયા કિ/હે યુરીયા કિ/હે યુરીયા કિ/હે
૧ પાયાનું ખાતર ૫૫ ૧૨૫ – – – –
૨ પાળા ચડાવતી
વખતે ૫૫ ૧૨૫ – – – –
૩ પ્રથમ હપ્તો – વાવેતર
બાદ ત્રીજા અઠવાડિયે – – ૨૭૫ – – –
૪ બીજો હપ્તો – પ્રથમ હપ્તા
બાદ ત્રીજા અઠવાડિયે – – – ૧૨૦ – –
૫ ત્રીજો હપ્તો – બીજા હપ્તા
બાદ ત્રીજા અઠવાડિયે – – – – ૧૨૦ –
૬ ચોથો હપ્તો – ત્રીજા હપ્તા
બાદ ત્રીજા અઠવાડિયે – – – – – ૧૨૦
કુલ ૧૧૦ ૨૫૦ ૨૭૫ – – ૩૬૦

(ડી.એ.પી. ૧૧૦ કિ/હે, એમ.ઓ.પી ૨૫૦ કિ/હ, એ.એસ.૩૪૪ કિ/હે અને યુરીયા ૩૬૦ કિ/હ)
ફળપાકની જાત, રોપણી અને રોપણી બાદની કાળજી
• ભલામણ મુજબની જ જાત અપનાવી.
• વરસાદ થયેથી ભલામણ મુજબના ખાતરો આપી દેવા.
• મૂળકાંડ ઉપરથી ફૂટેલ નવી કુંપળો દુર કરવી.
• વૃદ્ધિ પામતા કલમ રોપને યોગ્ય આકાર આપવા માટે જરૂરી છાંટણી કરવી.
• દેશી ખાતરની અવેજીમાં લીલો પડવાશ કરી શકાય.
• ફળપાકના વાવેતર માટે ચોમાસાની ઋતુ ઉત્તમ છે. અને સારો વરસાદ થયા બાદ રોપણી કરવી.
• કલમને મજબુત ટેકો આપવો તથા પવન અને ગરમ તાપના રક્ષણ માટે વાડોલીયુ બનાવવું.
• વરસાદ ખેંચાય ત્યારે ૮ થી૧૦ દિવસે પિયત આપવું.
• વરસાદ દરમ્યાન ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી.
• છોડ ફરતે સમયાંતરે ગોડ તથા નિંદામણ કરવું.
• પવન અવરોધક વાડની જાળવણી કરવી તેમજ રોગ – જીવાત સામે સમયસર પગલા લેવા.
• ઉપરોક્ત તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.
• દરેક ફળઝાડને સમયસર સેન્દ્રીય અનેરાસાયણિક ખાતરો આપવા જોઈએ. ક્યા ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તે ફળપાકની જાત, ઝાડની ઉમર તથા જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. જે માટે ચોમાસામાં લીલો પડવાશ કરવો સલાહ ભરેલ છે. છાણિયું ખાતર ચોમાસા પહેલા એક જ હપ્તે આપી જમીનમાં ભેળવી દેવું. પુખ્ત વયના ફળપાકોને ૧.૫ મીટરના ઘેરાવામાં ૩૦ સેન્ટીમીટર પહોળી અને૧૫ સેન્ટીમીટર ઊંડી ચર બનાવી ચરમાં ભલામણ મુજબ ખાતરો આપવા. સામાન્ય રીતે લોહ, જસત, મેંગેનીઝ તથા બોરોનની ઉણપવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને લીંબુ અને જામફળમાં આ ઉણપ વધુ જોવા મળે છે. જે માટે ઝાડ પર વર્ષમાં એકથી બેવાર નવા પાન નીકળતા હોય ત્યારે લોહ એકથી બે ટકા, જસત ૦.૫ ટકા, મેંગેનીઝ ૦.૫ ટકાનો છંટકાવ કરવો હિતાવહ છે. ખાતર અંગેની તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.
કેળ જમીનમાં પૂર્તિનો મિક્ષર ગ્રેડ – ફ ૨૦ ગ્રામ પ્રતિ છોડ મુજબ આપવું અથવા જમીનમાં ૪૦ ગ્રામ ફે૨સ સલ્ફેટ તથા ૨૦ ગ્રામ ઝિંક સલ્ફેટ પ્રતિ છોડ આપવું.
વરીયાળીઃ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં મગ અથવા ચોળીને ૯૦ સેમીના અંતરે આંતરપાક તરીકે વાવેતર કરી વરીયાળીને ઓગષ્ટના પ્રથમ પખવાડિયામાં ૧ઃ૧ ની હાર વ્યવસ્થામાં ફે૨રોપણી કરવાથી વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મળવાની સાથે જમીનની ફળદ્રુપતા પણ સુધરે છે.
ખેતી પાકોમાં જીવાત (કીટક)થી થતું નુકસાન ખેડૂતોને સહેલાઈથી નજરે પડે છે. જીવાતની વિવિધ અવસ્થાઓ (ઈંડાં, ઈયળ, બચ્ચાં, કોશેટા, પુખ્ત વગેરે)થી થતું નુકસાન, હગાર વગેરે નરી આંખે જોઈ શકાય છે. જ્યારે રોગ થવા માટે જવાબદાર રોગકારક / વ્યાધીજન નરી આંખે દેખાતા નથી. તેને જોવા માટે સુક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે. પરંતુ વનસ્પતિમાં તેનાથી ઉદ્દભવતા નુકસાનના લક્ષણોને આધારે જે તે રોગની ઓળખ થઈ શકે છે. ચોકકસ પ્રકારના લક્ષણોને આધારે જે તે રોગના ખાસ નામ આપવામાં આવે છે જેમ કે સુકારો, મૂળખાઈ, ગુંદરીયો, આંજીયો, ઝાળનો રોગ વગેરે. મોટા ભાગના કિસ્સામાં વનસ્પતિમાં જોવા મળતા આવા રોગના લક્ષણો લગભગ એકસરખા હોય છે. આવા લક્ષણો અને રોગકારકના જીવનક્રમને ધ્યાનમાં રાખી જે તે રોગના નિયંત્રણ માટે યોગ્ય પાક–સંરક્ષણના પગલાં સૂચવવામાં આવતા હોય છે. ખેતી પાકોમાં જોવા મળતા આવા ખાસ લક્ષણો વિષે ખેડૂતોમાં પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે.
• પાકમાં આવનાર ફુગનું નિયંત્રણ કરો
૧. બ્યુવેરીયા બેસીયાના (સફેદ રોગકારક ફુગ)
આ ફુગ ‘વ્હાઈટ મસ્કાર્ડીયન ફુગ’ તરીકે પણ ઓળખાય છે. આ ફુગને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થઈ શકે છે. બજારમાં તે બાયોસોફ્‌ટ, બાયોગાર્ડ, લાર્વેસેલ, બાયોરીન, બાબા – બેઝીના, બાયોકેર, બાયોપાવડર, ડિસ્પેલ, બીયુશક્તિ, ટોકિઝનકિઝન, બેવેરોઝ, દમણ વગેરે જેવા જુદા જુદા વ્યાપારી નામે મળે છે. આ ફુગ પાકને નુકસાન કરતી ચુસિયા પ્રકારની જીવાતો અને ઈયળોનું નિયંત્રણ કરે છે. આ ફુગ પાન વાળનાર ઈયળ, ગાભમારાની ઈયળ, શેરડીના ફુદફુદીયા, મગફળીના સદેફ મુંડા, નાળિયેરીનું ગેંડા કીટક, હિરાફૂદાંની ઈયળ, કપાસની ગુલાબી ઈયળ, તમાકુ અને સૂર્યમુખીના પાન ખાનાર ઈયળ વગેરેનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જરૂરી છે. આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે.
૨. વર્ટીસીલીયમ લેકાની
આ ફુગ જીવાતના શરીરમાં ખોરાક સાથે અથવા શરીરના સીધા સંપર્ક દ્વારા પ્રવેશ મેળવી, યજમાનની દેહગૃહામાં બીજાણું તેમજ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને ચારથી પાંચ દિવસમાં જીવાત મૃત્યુ પામે છે. આ ફુગ મુખ્યત્વે મોલો – મશી, સફેદમાખી, થ્રીપ્સ, ચીકટો, ભીંગળાવાળી જીવાત અને અન્ય ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જોઈએ. સામાન્ય રીતે આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
૩. મેટારીઝીયમ એનીસોપ્લી (લીલી રોગકારક ફુગ)
• આ ફુગ જીવાતના શરીરમાં પ્રવેશ મેળવી ડીસ્ટ્રકસીન નામનું ઝેર ઉત્પન્ન કરે છે જે ઘણા પ્રકારની જીવાતના નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. યજમાન શરીર પર લીલા રંગની ફુગનો ઉગાવો જોવા મળે છે અને આ રોગ પામેલ જીવાત અન્ય જીવાતના સંપર્કમાં આવતા તેને પણ રોગ થાય છે. આ જાતિની ફુગને પ્રયોગશાળામાં ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થાય છે. બજારમાં તે મેટાસોફ્‌ટ, બાયોમેટ, બાયોસ્ટોર્મ, બ્રિગેડ – એમ, બાયોમેજીક, મેટાકેર, કાલીચક્ર, બાયોકીંગ વગેરે વ્યાપારી નામે મળે છે. આ પ્રકારની ફુગ મગફળીના પાન ખાનાર ઈયળ, નાળિયેરીના ગેંડા કીટક, ચોખાના બદામી ચુસીયા, શેરડીના વેધકો, હીરાફુદાંની ઈયળ, ચુસીયા પ્રકારની જીવાત વગેરેનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જોઈએ. આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
• યુરીયા ખાતરની ક્ષમતા વધારવા માટે એક થેલી (પ૦ કિલોગ્રામ) યુરીયામાં સલ્ફરયુકત પાવડર ૧-ર કિલોગ્રામ કે એરંડીનો ખોળ પાંચ કિલો પટ આપવાથી યુરીયાનો વ્યય અટકાવી શકાય છે. સામાન્ય રીતે યુરીયા ખાતર વાપરવાથી ૩૦ થી ૪૦ ટકા નુકસાન જતુ હોય છે.
• સેન્દ્રિય ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા તથા રાસાયણિક ખાતરો તથા સુક્ષ્મ જીવાણુ ખાતરોની ક્ષમતામાં વધારો થાય છે, અને છોડને મુખ્ય અને ગૈણ તત્વો ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે.
• વિષાણુજન્ય રોગનો ફેલાવો ચૂસિયાં પ્રકારની જીવાતો (સફેદમાખી, મોલો, તડતડીયાં, થ્રિપ્સ)થી થતો હોય જે તે પાકમાં યોગ્ય ભલામણ કરેલ શોષક પ્રકારના કીટનાશક (ડાયમીથોએટ, ફોસ્ફામીડોન, ઈમીડાકલોપ્રીડ, થાયોમેથોકઝામ, કલોથીયાનીડીન, એસીફેટ, એસીટામીપ્રીડ, ફલોનીકામીડ)નો જરૂર મુજબ છંટકાવ કરવો.
પશુ આહારમાં અઝોલાનું મહત્વ…
અઝોલા એક અદ્‌ભુત શેવાળ છે.
હાયડ્રોપોનીક ટેકનોલોજીની જેમ ખેડૂતો અઝોલાનો પણ પશુના ખોરાકમાં ઉપયોગ કરી શકે છે.
જેને વન્ડર આલ્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે.
અઝોલા ખેતી માટે ખર્ચ ઘણો ઓછો છે.
આ પદ્ધતિ માટે ભેજવાળું અને નિયંત્રિત તાપમાન જરૂરી છે.
આ માટે ગ્રીન હાઉસ અથવા વૃક્ષોના છાયડે પણ થઈ શકે છે.
આપણા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે.
આથી અઝોલાની ખેતી ચોમાસા અને શિયાળા દરમ્યાન (વાતાવરણનું તાપમાન ૩૦ ડિગ્રી સે.ગ્રે.થી ઓછુ હોય) કરવાથી ઉત્પાદન સારું મળે છે.
વધુ માહિતી માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢનાં વૈજ્ઞાનિકનો સંપર્ક કરવો.