■ તલ
તલનાં પાનનો સુકારો (ફાઈરોપ્થોરા બ્લાઈટ)
■ રોગના લક્ષણો:
આ રોગ ફાઈટોપ્થોરા સીસેમી ફુગથી આવે છે. છોડના અવશેષો અને જમીનમાં આ રોગના જીવાણુઓ હોવાથી વધુ ભેજવાળા અને વધુ વરસાદ વાળા વર્ષોમાં વિશેષ જાવા મળે છે. આ રોગને ઉષ્ણતામાન રપ૦ થી ર૮૦ સેન્ટીગ્રેડ વધારે અનુકૂળ આવે છે.
આ ફુગની શરૂઆત નાનો છોડ હોય ત્યારથી પાન ઉપર આછા ભુખરા પાણી પોચા ચાંઠાઓથી થાય છે અને આ ચાંઠાઓ વધે છે. આ રોગ દાંડી અને ફુલનાં ભાગો પર જાવા મળે છે, આ રોગની વધુ તીવ્રતાથી તલની શીંગો ચિમળાઈ જાય છે અને દાણા બેસતા નથી.
■ નિયંત્રણ:
• કોપર ઓકઝીકલોરાઈડ (તાંબાયુકત ફુગનાશક દવા ૦.ર ટકા) ૪૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ પ્રથમ રોગ દેખાય ત્યારે કરવો અને બીજા છંટકાવ ઝાઈનેબ અથવા મેન્કોઝેબ ર૬ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને ૧પ દિવસનાં અંતરે કરવો.
■ મગફળીઃ
૧ બીજુ પિયત ૧૮થી ર૦ દિવસે, વાનસ્પતિક વૃદ્ધિ પર અંકૂશ રાખવા,
૨ ત્રીજુ અને ચોથુ પિયત ૩૦ અને ૪૦ દિવસે, જમીનમાં સૂયા બેસતી વખતે
૩ મોલો/તડતડીયા/થ્રીપ્સનાં નિયંત્રણ માટે મગફળીના પાકમાં શરૂઆતના તબકકામાં મોલોમશી, તડતડીયા(જેસીડ), થ્રીપ્સ જેવી ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. આના નિયંત્રણ કરવા માટે નીચેના પૈકી કોઈ પણ એક જંતુનાશક દવાનો છંટકાવ કરવો; ક્રમ જંતુનાશક દવાનું નામ જંતુનાશક દવાનો જરૂરી જથ્થો (૧૦ લિટર પાણીમાં)
અ ઈમીડાકલોપ્રીડ ૧૭.પ એસ.એલ. ૪ મિ.લિ.
બ એસીટામીપ્રીડ ર૦ એસ.પી. ૩ ગ્રામ
ક થાયોમેથોકઝામર પ ડબલ્યુ. જી. ૩ ગ્રામ
૪ મગફળી પાકમાં સમયસર નિંદામણ ન કરવામાં આવે તો ર૦થી ૪પ % સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે. મગફળીના પાકને પ્રથમ ૪પ દિવસ નિંદામણ મુકત રાખવો ખૂબ જ જરુરી છે.
ટીકકા તથા ગેરુ રોગના નિયંત્રણ માટે ડાયથેન-એમ-૪પ, રપ ગ્રામ અથવા બાવીસ્ટીન પ ગ્રામ દવા વારાફરતી ૩૦, પ૦ અને ૭પ દિવસે ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અથવા કલોરોથેલોનીલ રપ ગ્રામ અથવા હેકઝાકોનેઝોલ પ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં છાંટવી.
પંચરંગિયો (અડદ, ચોળા)
■ રોગના લક્ષણો:
છોડના પાન પર મોટા પહોળા, આછા લીલાથી ઘેરા લીલા રંગના ધાબા જાવા મળે છે. રોગવાળુ પાન દાઝયાના ફોલા પડયા હોય તેમ ઉપસી ગયેલ જાવા મળે છે. છોડની વૃÂધ્ધ અટકી જાય છે.
પીળો પંચરંગિયો(મગ)
■ રોગના લક્ષણો:
રોગિષ્ટ પાન પર ચળકતા પીળા રંગના ડાઘા જોવા મળે છે. કુમળા પાન સંપૂર્ણ પીળા પડી જાય છે. પાનનો લીલો ભાગ સહેજ ઉપસેલો જણાય છે.
■ પપૈયાઃ
થડનો કોહવારો – પપૈયાના પાકમાં જમીનની નિતારશકિત વધારવાથી થડનો કોહવારો (કોલર રોટ) રોગની તિવ્રતા ઘટે છે. પપૈયા અને તુવેરના પાકમાં છોડના થડ અને જમીન ભીંજાય તે રીતે કોપર ઓકઝીકલોરાઈડ (૩૦ ગ્રામ / ૧૦ લિટર પાણી)નું દ્રાવણ ડ્રેÂન્ચંગ કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.
ઉનાળુ મગફળીમાં ૧૯-૧૯-૧૯ % ના-ફો-પો વાવેતર બાદ ૪પ અને ૬૦ દિવસે છંટકાવ કરવો. ખેતપેદાશોના વેચાણ માટે ધ્યાનમાં રાખવાના મુદાઃ
• ખેડૂતોએ બજારની સ્પર્ધામાં ટકી રહેવા અને ભાવની સોદાબાજીમાં પ્રભુત્વ મેળવવા માટે સહકારી મંડળી અને ખેડૂત ઉત્પાદક સંગઠનો દ્વારા એક જૂથ થઈને ઉત્પાદનોનું વેચાણ કરવું જોઈએ.
• ખેડૂતોએ વધુ ભાવ મેળવવા ડાયરેક્ટ માર્કેટિંગ (અંતિમ ગ્રાહકોને સીધે સીધું વેચાણ) અપનાવવું જોઈએ. જે અંતર્ગત ફળ-શાકભાજી, અનાજ અને કઠોળને ખેડૂત મંડી, યુ-પીક માર્કેટ, ખેતર નજીક પસાર થતા મુખ્ય ચાર રસ્તા પાસે સ્ટેન્ડ બનાવી, હોટલો, વગેરે સ્થળે વેચાણ કરવું જોઈએ.
• કરાર આધારિત ખેતી પધ્ધતિ અપનાવી, અગાઉથી જ નક્કી કરેલા ભાવે ઉત્પાદક કંપની, વેપારી તથા નિકાસકારોને વેચાણ કરવું જોઈએ.
• સરકાર દ્વારા હાલમાં ખેડૂત લાભાર્થે શરુ થયેલ ‘ઈ-નામ’ કે જે ખેત પેદાશોના ખરીદ વેચાણ માટેનું ઈલેક્ટ્રોનિક મંચ છે તેની તાલીમ લઇ અને કાર્યપધ્ધતિ સમજાવી જોઈએ. ‘ઈ-નામ’ દ્વારા ખેડૂત મિત્રો ઘરે બેઠા સમગ્ર દેશના બજારનાં ભાવ જાણીને પારદર્શક રીતે ખેત પેદાશોનું વેચાણ કરી શકે છે.
• નાના અને સીમાંત ખેડૂતોએ પોતાની ખેત પેદાશોને એક સાથે અને સામૂહિક જથ્થામાં નજીકના બજારમાં વેચાણ અર્થે જવું જાઈએ જેથી વેચાણને લાગતો ખર્ચ પણ ઓછો કરી શકાય અને વધારે નફો મેળવી શકાય.
નિંદામણ ઓછું કરવા માટે
► નિંદણમુકત, શુધ્ધ અને પ્રમાણીત બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.
► સંપૂર્ણ કોહવાયેલું છાણીયુ/કમ્પોસ્ટ ખાતરનો જ ઉપયોગ કરવો
► પશુઓને નિંદણના બીજથી મુકત લીલો કે સુકો ચારો નાખવો.
► જાનવરોને નિંદણવાળા ચરીયાણ વિસ્તારમાંથી ખેતી લાયક વિસ્તારમાં
પ્રવેશતા અટકાવવા.
► જાનવરોને પાકટ નિંદણોવાળા વિસ્તારમાં ચરાવવા નહીં.
► ખેત ઓજારોને નિંદણોના બીજથી મુકત રાખવા અને ઉપયોગ કર્યા
પછી સાફ કરવા.
► પિયતની નીકો, ઢાળીયા, પાળીયા, નહેર, ખેતરના ખુણાં, વાડ, શેઢા
વગેરે નિંદણોથી મુકત રાખવા.
► ખળાની તથા તેની આજુબાજુની જગ્યા નિંદણમુકત રાખવી.
► ફેરરોપણી સમયે નિંદણોના છોડ કાળજીપૂર્વક દૂર કરવા.
► નિંદણોના બીજવાળી માટીનું બીજી ખેડાણવાળી જમીનમાં સ્થળાંતર
કરવુ નહીં.
► નિંદણને બીજ બેસતાં પહેલાં કાપી કે બાળી નાખવા.
નિંદણનાશક દવા છાંટતી વખતે શું કાળજી રાખવી ?
► દવા ખરીદતી વખતે તેની અવધી (એકસપાઈરી ડેઈટ)ની ચોકસાઈ
કરી લેવી.
► ભલામણ કરેલ દવાનો જ જે તે પાકમાં ઉ૫યોગ કરવો.
► ભલામણ કરેલ સમયે જ અને તેટલી જ માત્રામાં દવાનો ઉ૫યોગ
કરવો.
► વધુ ૫ડતો કે તોફાની ૫વન હોય ત્યારે છંટકાવ કરવો નહીં.
► એકસરખા છંટકાવ માટે ફલેટ ફેન અથવા ફલડ જેટ નોજલનો
ઉ૫યોગ કરવો.
► દવા છાંટનારે હાથમાં મોજા કે અન્ય રક્ષણાત્મક વસ્ત્ર ૫હેરવા.
► નિંદણનાશક દવા માટે અલગ પં૫ રાખવો.
► સતત એક જ પ્રકારની દવાનો વારંવાર ઉ૫યોગ ન કરવો.