ઉનાળું મગફળી
મગફળીના પાનના ટપકાના નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૨૬ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાંખી બે કે ત્રણ છંટકાવ કરવા.
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત – હવામાન વિસ્તારમાં ઉનાળુ મગફળીનું વાવેતર કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે મગફળીના પાકને રેલાવીને કુલ ૧૨ પિયત આપવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જેમાં પ્રથમ પિયત વાવેતર સમયે, બીજું વાવેતર બાદ ૮ દિવસે, ત્રીજું અને ચોથું ૧૨ દિવસના અંતરે અને બાકી આઠ પિયત ૮-૧૦ દિવસના અંતરે આપવા. ખાસ કરીને ફુલ આવવા અને સુયા બેસવા અને ડોડવાનો વિકાસ થવો આ અવસ્થાએ અવશ્ય પિયત આપવું.
મગ (ઉનાળું)
ઉનાળું મગને કુલ ૭ પિયત આપવાથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બે પિયત વાવેતર બાદ ૧૫ દિવસનાં ગાળામાં અને ત્યાર બાદના પિયત ૭-૮ દિવસનાં અંતરે આપવા.
ઉનાળું તલ વાવેતરના ફાયદા
૧) ચોમાસુ તલ કરતા ઉનાળું તલનું ઉત્પાદન આશરે બે ગણું વધુ મળે છે.
૨) નિયમિત પિયત પાણી મળવાથી પાકની
વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
૩) ઉનાળું તલમાં રોગ / જીવાત ઓછા પ્રમાણમાં આવે છે.
૪) ઉનાળું તલમાં દાણાં એક સરખા અને ભરાવદાર થવાથી ગુણવત્તા સારી મળે છે.
ઉનાળું બાજરી
તલછારોઃ
• બાજરીના પાકમાંં ધરૂ અવસ્થાએ જા આ રોગનો ઉપદ્રવ થાય તો છોડની ફૂટ વધે છે જેનાથી છોડ સાવરણી જેવો દેખાય છે. રોગનો ઉપદ્રવ જા ડુંડા અવસ્થાએ થાય તો આખા ડૂંડામાં અથવા અડધા ભાગમાં દાણા બેસતા નથી અને દાણાની જગ્યાએ ગોળ વાંકડીયા વાળ જેવી લીલી ફૂટ જાવા મળે છે. તેના નિયંત્રણ માટે ડીનોકેપ ૪૮ ઇસી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છાંટકાવ કરવો
• લીલી ઈયળના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ, કવીનાલફોસ કે ઇન્ડોકસાકાર્બનો છંટકાવ કરવો.
• બાજરાનો પાક જયારે ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્યારે હાથથી નિંદણ અને સાથોસાથ ચાસમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૨ સે.મી. અંતર જળવાઈ રહે તે રીતે છોડની પારવણી કરવી. પારવણી દરમ્યાન વધારાના નબળા, રોગવાળા અને જીવાત લાગેલ છોડ ઉપાડીને દૂર કરવા, બાજરાના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે અને જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે તે માટે સમયસર આંતરખેડ કરવી ખાસ જરૂરી હોય છે. પાક ઊગ્યા બાદ દશેક દિવસથી પાક નિંઘલમાં આવે ત્યાં સુધીમાં જરૂર મુજબ ૨-૩ આંતરખેડ કરવી. જરૂર જણાય તો ફરી નિંદામણ કરી પાકને ૪૫ દિવસ સુધી નિંદામણ રહિત રાખવાથી બાજરા પાકનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જયાં મજૂરોની અછત હોય ત્યાં નિંદણનાશક દવા એટ્રાજીન ૦.૫૦૦ કિલોગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેકટર મુજબ પ્રી-ઈમરજન્સ તરીકે ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. તેના માટે ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ દવા નાખી છંટકાવ કરવો.
મકાઈઃ તલછારોઃ
• મકાઈના પાકમાં આ રોગની શરૂઆતમાં નીચેના પાન પરની નસો સાંકડી, પીળાશ પડતા બદામી રંગની અને પાનને સમાંતર પટ્ટીઓના રૂપમાં જાવા મળે છે જે સમય જતાં ભૂખરા કે લીલાશ પડતા રંગની થઈ જાય છે. તેના નિયંત્રણ માટે ડીનોકેપ ૪૮ ઇસી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
ડુંગળી
• ડુંગળીના બીજ ઉત્પાદન માટેનાં લોથાની કાપણી ૧૦૦% લોથામાં કાળા ડુંગળીના બીજ દેખાય ત્યારે કરવી.
• પરિપકવ બીજના લોથા વાઢી બાકીના લોથા જેમ જેમ પરિપક્વ થાય તેમ તેમ વાઢતાં રહેવું.
શેરડી
• સ્કેલ જીવાતનું પ્રમાણ અંકુશમાં રાખવા માટે પાક ૬ માસનો થાય ત્યારે એક માસના અંતરે બે થી ત્રણ વખત સૂકી પતરી કાઢી નાખી સાંઠા ખુલ્લા રાખવા.
શેરડીમાં જૈવિક નિયંત્રણ
• વેધકોના ઈંડાના ૫રજીવી ટ્રાયકોગામા ચીલોનીસ તથા ટ્રાયકોગામા
જેપીનીકમની ભમરીવાળા ર કાર્ડ (૪૦,૦૦૦ ઈંડા) દર પંદર દિવસે ૬ થી સાત વખત પ્રતિ હેકટર સવાર તથા સાંજના સમયે ખેતરમાં છોડવા.
• એપીરીકેનીયા મેલાનોલ્યુકાનાં ૧૦૦૦૦૦ ઈંડા અથવા ર૦૦૦ કોશેટા પ્રતિ હેકટર છોડવાથી પાયરીલાનું ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકાય.
• સફેદ માખીના બચ્ચાં / કોશેટાના ૫રજીવી એન્કાર્સીયા ઈસાકી, એન્કાર્સિયા મેન્કોપ્ટેરાની વૃÂÎધ કરવા ૪૦ મેશની જાળી લગાડેલા પાંજરાની સંખ્યા ૧૦ થી ૧ર પ્રતિ હેકટર રાખવી અને પાંજરામાં ૧૫ થી ર૦ દિવસે કોશેટાવાળા પાન બદલતા રહેવું.
• સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાંને ખાનારા દાળીયા કિટકો જેવા કે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેકસમેકયુલેટસ, બુમોઈડસ સુચુરાલીસ૫રભક્ષી કરોળીયા તથા કેટલીકવાર ક્રાયસોપા ૫ણ જાવા મળે છે. ત્યારે દવાનો છંટકાવ મુલ્તવી રાખવો જાઈએ.
• શેરડીની ભીંગડાવાળી જીવાત ૫ર નભતા ૫રભક્ષી દાળીયા કિટકો જેવા કે કાયલોકોરસ નીગ્રીરસ, ફેરોસીમ્ન્સ હોર્ની અસરકારક જાવા મળે છે.
• ડાયફા એફીડીવોરા, માઈક્રોમોસ ઈગોરોટસ તથા સીરફીડ ફલાય જેવા ૫રભક્ષી શેરડીની વ્હાઈટ વુલી એફીડ ઉ૫ર ખુબ જ અસરકારક માલુમ ૫ડેલ છે.
ઉનાળું કઠોળ
• મગ, અડદ તથા ચોળીના વાવેતર કરેલ પાકમાં ચુસીયા પ્રકારની જીવાત જણાય તો તેમજ મોજેક વાયરસનો રોગ જણાય તો મગફળી પાકમાં જણાવ્યા મુજબ શોષક પ્રકારની કોઇપણ એક દવા જરૂર મુજબ છાંટવી.
• કઠોળ પાકમાં ભૂકીછારાનાં નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી ૧૫ દિવસનાં અંતરે બે છંટકાવ કરવા.
• કઠોળ પાકોમાં કાલવ્રણ રોગના લક્ષણો પાન તેમજ શિંગો પર જાવા મળે છે. પાન તેમજ શિંગો પર રતાશ પડતા ઘેરા રંગના ગોળ ટપકાં પડે છે. રોગની તિવ્રતા વધતા તે ઘાટા કથ્થાઈ રંગમાં પરિવર્તન પામે છે. આવા અસંખ્ય ટપકાં એકબીજા સાથે ભેગા થતા ધીમે ધીમે તે બીજને પણ નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ મેન્કોઝેબનો છંટકાવ કરવાથી કાલવ્રણ રોગનું નિયંત્રણ થાય છે
શાકભાજી: તલછારોઃ
• વેલાવાળા શાકભાજીનાં પાકોમાં તળછારા રોગને લીધે છોડની વૃધ્ધિ અટકી જાય છે. છોડમાં અંકુર ઓછા બેસે અને તે કદમાં નાના રહે છે. ગુવાર, વાલ, વટાણામાં વિકાસ બરાબર થતો નથી. તેના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫% વે. પા. ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫% વે. પા. ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છાંટકાવ કરવો.
બીડી તમાકુ:
• વાવેતર બાદ ૧૬૦ થી ૧૮૦ દિવસે પાકી જાય છે. તેની કાપણી ત્રણ રીતે થાય છે.
• ૧) છૂટક પાન પાડીને: સારા બુટ્ટા વાળા પાકા પાન તોડી જમીન પર ૩ થી ૪ દિવસ ઉંધા સૂકવવા.
• ૨) ઘુઘરો પદ્ધતિ: પાકટ પાન છોડ પરથી સોરીને.
• ૩) આખા છોડને કાપીને: પાકટ છોડને થડમાંથી દાતરડાથી કાપીને
• પીલા દર અઠવાડિયે કાઢતા રહેવા.
બાગાયતી પાકોઃ
અવરોહ મૃત્યુઃ
• આાંબો અને લીંબુ જેવા ફળપાકોમાં આ રોગ પાકની કોઈપણ અવસ્થાએ જાવા મળે છે. અવરોહ મૃત્યુના રોગમાં આાંબાના જૂના ઝાડની નાની ડાળીઓ ઉપરથી નીચેની તરફ સુકાતી જાવા મળે છે. રોગીસ્ટ ડાળીના તમામ પાન ખરી પડે છે. ઝાડ ઝાળથી દાજી ગયુ હોય તેવું દેખાય છે. નવી ડાળીઓમાં ઊભી તિરાડ જાવા મળે છે. તેમાંથી ગુંદર જેવો પદાર્થ બહાર નીકળી આવીને સુકાઈ જાય છે. લીંબુના ૫ થી ૬ વિકના ઝાડમાં ટોચની કુમળી ડાળીઓ પ્રથમ સુકાવા લાગે છે જે ધીમે ધીમે નીચે તરફ પ્રસરે છે. સમય જતાં આખી ડાળી સંપૂર્ણ પણે સુકાઈ જાય છે. અવરોહ મૃત્યુ રોગનો ફેલાવો અટકાવવા માટે આંબાની કલમ બનાવવા માટે રોગમુકત ડાળીઓની પસંદગી કરવી. આંબા, લીંબુ અને ગુલાબની રોગીષ્ટ ડાળીઓની છાંટણી (પ્રુશનાંગ) કર્યા બાદ કાપેલ ભાગ પર બોર્ડોપેસ્ટ અથવા કોપર ઓકઝીકલોરાઈડમાંથી બનાવેલ પેસ્ટ લગાવવી. ડાળીઓ કાપ્યા બાદ બોર્ડો મિશ્રણ (૧%) અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૫૦% વે.પા. (૩૦ ગ્રામ / ૧૦ લિટર પાણી)નો છાંટકાવ કરવો.
કેળ:
• તૈયાર લુમને ગરમી ન લાગે તે માટે પાનથી ઢાંકવી.
• કૃમિ નિયંત્રણ માટે ર૦ થી રપ ગ્રામ કાર્બાફ્યુરાન રોપણી વખતે અને રોપણી બાદ ૪ માસે આપવું.
જામફળઃ
• બહારની માવજત: જૂન માસમાં મૃગબહારની માવજત લેવા માટે ફળો ઉતાર્યા બાદ ફેબ્રુઆરીથી મે માસ સુધી પાણી બંધ કરી આરામ આપવો. ત્યારબાદ ગોડ કરી ભલામણ પ્રમાણે ખાતરો આપવા.
પપૈયાઃ ચાલુ વાવેતરમાં જરૂરીયાત મુજબ ૪ થી ૫ દિવસે ડબલરીંગ કરી પાણી આપવું.