સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સુરક્ષામાં મોટી ખામી જાવા મળી હતી. અખિલેશ યાદવ આઝમગઢમાં એક સભાને સંબોધવા આવ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સુરક્ષા ઘેરો ઓળંગીને તેમના સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અખિલેશના સુરક્ષાકર્મીઓ તાત્કાલિક મામલો પારખી લીધો અને સામે જઈને યુવાનને પાછો હટાવાનો પ્રયાસ કર્યો હતો. જાકે તેમ છતાં પણ તેણે મચક આપી નહોતી અને ઘણી વાર સુધી પોલીસમેન સાથે લડતો રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સમાજવાદી પાર્ટીનો કાર્યકર છે. જ્યારે સપા કાર્યકરનું આ નાટક ચાલી રહ્યું હતું ત્યારે અખિલેશ યાદવ સ્ટેજ પર હાજર હતા.
કાર્યકરનું આ નાટક લાંબા સમય સુધી ચાલુ રહ્યું. તે પોલીસકર્મીઓની સામે પણ અખિલેશ યાદવને મળવાની વાત કરતો રહ્યો. જ્યારે પોલીસે તેમને આમ કરતા અટકાવ્યા, ત્યારે કાર્યકર્તા સ્ટેજની સામે સૂઈ ગયા. જાકે, બાદમાં પોલીસ તેમને ત્યાંથી લઈ ગઈ.