અક્ષય કુમાર આગામી ફિલ્મ ‘ભૂત બાંગ્લા’ સાથે ફરી એકવાર કોમેડી શૈલીમાં પાછા ફરવા માટે તૈયાર છે. આ ફિલ્મ અભિનેતા-દિગ્દર્શક જાડી અક્ષય કુમાર અને પ્રિયદર્શન લગભગ ૧૬ વર્ષ પછી મોટા પડદા પર પાછા ફર્યા છે. અક્ષય કુમારની ફિલ્મને હવે સેન્સર બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે અને પ્રમાણપત્ર પણ જારી કરવામાં આવ્યું છે.
બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, અક્ષય કુમારની “ભૂત બાંગ્લા” ને સેન્સર બોર્ડ તરફથી ેંછ પ્રમાણપત્ર મળ્યું છે. આ હોરર-કોમેડી ફિલ્મ કાલ્પનિક અને હળવા અલૌકિક તત્વોના મિશ્રણથી બનાવવામાં આવી છે.
“ભૂત બાંગ્લા” ડરામણા દ્રશ્યો કરતાં પરિસ્થિતિગત કોમેડી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. યુએ ૧૬ રેટિંગ સાથે, આ ફિલ્મ દર્શકોને સંપૂર્ણ મનોરંજન ફિલ્મ તરીકે મનોરંજન કરવા માટે તૈયાર છે, જે કોમેડી અને હોરરનો ડબલ ડોઝ આપે છે. “ભૂત બાંગ્લા” આ ઉનાળામાં સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે.
“ભૂત બાંગ્લા” સાથે, અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શન ૧૬ વર્ષ પછી મોટા પડદા પર ધમાલ મચાવશે. બંનેએ છેલ્લે ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘ખટ્ટા મીઠા’માં સાથે કામ કર્યું હતું. અક્ષય અને પ્રિયદર્શનની જાડીએ અસંખ્ય હિટ ફિલ્મો આપી છે.
તેમાં “હેરા ફેરી” (૨૦૦૦), “ગરમ મસાલા” (૨૦૦૫), “ભૂલ ભુલૈયા” (૨૦૦૭), અને “ભાગમ ભાગ” (૨૦૦૬) જેવી યાદગાર કોમેડીનો સમાવેશ થાય છે. અક્ષયની આગામી ફિલ્મ ‘હૈવાન’ પણ પ્રિયદર્શન સાથે છે. સૈફ અલી ખાન અને સૈયામી ખેર પણ મહત્વના રોલમાં છે.
પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત, “ભૂત બાંગ્લા” માં અક્ષય કુમારની સાથે તબ્બુ, વામીકા ગબ્બી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, મિથિલા પાલકર અને દિવંગત અભિનેતા અસરાની છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. “ભૂત બાંગ્લા” ૧૦ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.













































