અંબુજાનગર ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા સુદર્શન નેત્રાલય, અમરેલીના સહયોગથી એક ભવ્ય આંખ તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ ૧૪૦ દર્દીઓની આંખોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ડો. તપાસ દરમિયાન ૩૨ દર્દીઓમાં મોતિયા હોવાનું માલૂમ પડતા તેમને નિઃશુલ્ક ઓપરેશન માટે સુદર્શન નેત્રાલય હોસ્પિટલ, અમરેલી ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૩૦ દર્દીઓને રિફ્રેક્ટિવ ખામી બદલ યોગ્ય ચશ્મા પૂરા પાડવામાં આવ્યા હતા અને ૯ દર્દીઓમાં આંખમાં વેલ તથા જામર જેવી સમસ્યાઓ જોવા મળતા તેમને વધુ સારવાર માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.










































