આજના સમયમાં વસ્તી વધારો, શહેરીકરણ જેવી સમસ્યાને લીધે ખેતીલાયક જમીન ઓછી થઇ રહી છે તેમજ કેટલીક જગ્યાએ પાણીની અછત, રોગ જીવાતોના ઉપદ્રવને લીધે ઉત્પાદન પણ ઓછું મળે છે. જેથી તેના વિકલ્પ તરીકે હાઈડ્રોપોનિક્સનો ઉપયોગ થઇ શકે. જેના
ઉપયોગને લીધે એકમ વિસ્તારમાં સારું ઉત્પાદન મેળવી શકાય.

હાઈડ્રોપોનિક્સ ખેતી એટલે શું?
હાઈડ્રોપોનીક્સ (Hydroponics) એક એવી ખેતી પદ્ધતિ છે જેમાં માટી વગર અને ઓછા પાણી સાથે નિયંત્રિત તાપમાનમાં પાક ઉગાડવામાં આવે છે, આ પધ્ધતિમાં પાણીના આધાર સાથે પોષક-
સમૃદ્ધ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે હાઇડ્રોપોનિક્સ સિસ્ટમમાં જમીનનો ઉપયોગ થતો નથી. તેના બદલે, છોડના મૂળને પીટ મોસ, માટીની ગોળીઓ, પરલાઇટ અને રોકવુલ જેવા પદાર્થો દ્વારા ટેકો આપવામાં આવે છે.

 

હાઈડ્રોપોનિક્સ ખેતીના ફાયદા
• હાઇડ્રોપોનિક્સને છોડના વિકાસ માટે જમીનની જરૂર હોતી નથી.
• પરંપરાગત જમીન આધારિત પદ્ધતિઓની સરખામણીએ
હાઇડ્રોપોનિક્સ પાણીનો ઓછો ઉપયોગ કરે છે.
• આ પદ્ધતિ દ્વારા સીઝન વગર પણ પાક લઇ શકાય છે. નિયંત્રિત તાપમાનમાં ખેતી થવાથી સીઝન વગર ખેતી કરી વધુ ભાવ મેળવી શકાય છે.
• રોગ જીવાતનો નહિવત ઉપદ્રવ.
• ઉંચી ગુણવત્તા અને પાક ઝડપથી ઉગે છે અને વધુ ઉત્પાદન કરે છે.
• પોષક તત્વોનો કાર્યક્ષમ ઊપયોગ થાય છે.
• ઓછા જંતુનાશકો અને ઓછા નિંદામણ નાશકોની જરૂર પડે છે.

 

એબ અને ફ્લો સિસ્ટમ: આ પદ્ધતિથીમાં ગ્રો-બેડ (પ્લાસ્ટીકની મોટી ટ્રે)માં કોકોપીટ, પરલાઈટ અથવા વર્મીક્યુલાટ વિગેરે ભરવામાં આવે છે અને તે ઉપર પાકના છોડ ઉગાડવામાં આવે છે. પોષક તત્વોના ઘોળથી ગ્રો –બેડને ભરવામાં આવે છે અને પંપ વડે પાણી આપવામાં આવે છે, આ પદ્ધતિ મૂળા, ગાજર, બીટ્‌સ, હળદર, વિગેરે પાકો માટે સારી છે.
ડ્રીપ સિસ્ટમ: ડ્રીપ સિસ્ટમ એ ઉપયોગમાં સરળ હાઇડ્રોપોનિક સિસ્ટમ છે જે વિવિધ પ્રકારના છોડ માટે ઝડપથી બદલી શકાય છે, જેથી નિયમિત ફેરફારો કરવાની યોજના ધરાવતા કોઈપણ ઉત્પાદક માટે આ એક સારી સિસ્ટમ છે. ડ્રીપ સિસ્ટમ સાથે ઉપયોગમાં લેવાતા પોષક દ્રાવણને એક નળીમાં પમ્પ કરવામાં આવે છે જે દ્રાવણને સીધા છોડના મૂળ પર મોકલે છે.

 

હાઈડ્રોપોનિક્સ ખેતીની વિવિધ પદ્ધતિઓ
વ્યાવસયિક ધોરણે આ પદ્ધતિથી ખેતી કરવા માટે પુરતી વીજ વ્યવસ્થા, પાણી અને ઉપકરણો અને ૧ થી ૨ એકર જમીન જરૂરી છે. હાઈડ્રોપોનિક્સ ખેતીની ૬ મુખ્ય પધ્ધતિઓ છે.
વિકપધ્ધતિઃ છોડોના મૂળિયા પર નાયલોનની વિક (દોરી)
લપેટી તેના બીજા છેડાને પોષક તત્વોમાં રાખવામાં આવે છે.આમ તો આ પદ્ધતિ સરળ અને ઓછા ખર્ચ વાળી છે. પરંતુ વધારે પોષક તત્વો જાઈતા હોય એવા માટે યોગ્ય નથી. ફક્ત નાના છોડ જેવા કે લીલા ધાણા, તુલસી વિગેરે ઉગાડી શકાય. આ પદ્ધતિ દર ૧થી ૨ અઠવાડિયામાં પોષક તત્વો બદલવા પડે છે.
વોટર કલ્ચરઃ વોટર કલ્ચર સિસ્ટમ એ હાઇડ્રોપોનિક સિસ્ટમનો બીજા ખૂબ જ સરળ પ્રકાર છે જેમાં છોડના મૂળને સીધા પોષક દ્રાવણમાં મુકવામાં આવે છે.