સાવરકુંડલામાં રહેતી એક યુવતી તેના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. બનાવ અંગે વેપારી પ્રવિણભાઈ દામજીભાઈ ધકાણએ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી દર્શનાબેન ધકાણ ઘરેથી કોઈને કહ્યા વગર પોતાની મેળે જતી રહી હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. જેથી વેપારીએ પોલીસમાં જાણ કરી હતી.