સાવરકુંડલાના વિરડી ગામેથી પોલીસે બાવળની કાંટમાં છુપાવેલી દારૂની બોટલો ઝડપી હતી. હનુભાઈ રાયમલભાઈ વાઘેલા તેમના રહેણાંક મકાનની પાછળ બાવળની કાંટમાં છુપાવેલી દારૂની ૩ બોટલ સાથે ઝડપાયા હતા. તાલડા અને બગસરામાંથી મળી કુલ ચાર લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. આ ઉપરાંત જિલ્લામાં પાસ પરમીટ વગર કેફી પીણું પીને જાહેરમાં ફરતાં ૧૦ શખ્સો ઝડપાયા હતા.