ગુજરાત કેડરના વર્ષ ૨૦૨૧-૨૨ના આઈપીએસની વિવિધ પદ પર ભરતી કરવામાં આવી છે. જેમાં અમરેલીની ધારી સહિત કુલ ૮ આઈપીએસને નવી ઉભી કરાયેલી જગ્યાઓ પર ડીવાયએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા. જયવીર ગઢવીની મદદનીશ પોલીસ અધિક્ષક, ધારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આઈપીએસની હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ થતાં તેમને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. કચ્છના માંડવી તાલુકાના વિંગડિયા ગામના જયવીર ગઢવીએ જીપીએસસીમાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યા પછી યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા પણ પાસ કરી હતી. જયવીરે ૩૪૧નો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો હતો. વડોદરાના ડેપ્યુટી કલેકટર તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી.