છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો પોતાના પડતર પ્રશ્નો માટે સતત લડત ચલાવે છે. તેમણે સરકારમાં વારંવાર મૌખિક અને આવેદનપત્ર દ્વારા લેખિત રજૂઆત કરી છે છતાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારે ન તો વેતનમાં વધારો કે કાયમી કરવાનો કોઈ ઉકેલ મળતો નથી. સુપ્રીમ કોર્ટે પણ વર્ગ ત્રણ-ચારના કર્મચારીઓને કાયમી કરવાનો હુકમ છ મહિનામાં કરવા સરકારને ટકોર કરી તે મુદ્દે આજે સાવરકુંડલાની આંગણવાડી વર્કર બહેનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.