સાવરકુંડલામાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજમાં ૨૬ જૂનના રોજ કાલિદાસ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઓએ મેઘદૂત પર રંગોળી દોરી હતી. આ ઉપરાંત કાલિદાસના જીવન-કવન વિશે રિમ્પલ, જાનવી તથા પિનલે વાત કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડી.એલ. ચાવડાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. ડો.પ્રતિમા એમ. શુક્લે આજના દિવસે શું મહત્વ છે તે સમજાવીને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન પ્રા. કે.બી. પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સૌ અધ્યાપક મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.