સાવરકુંડલામાં રહેતી એક યુવતીના લગ્ન મોટા બારમણ ગામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સુરત રહેવા  ગયા હતા. જ્યાં સાસુ-સસરાની ચડામણીથી પતિ પરિણીતા પર ત્રાસ ગુજારતો હતો. સાસરિયાનો સિતમ સહન નહીં થતાં પિયર પરત ફરીને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નયનાબેન જીતેશભાઈ કાકડીયા (ઉ.વ.૩૬)એ પતિ જીતેશભાઈ બાલુભાઈ કાકડીયા, સસરા બાલુભાઈ વશરામભાઈ કાકડીયા તથા સાસુ ચંપાબેન બાલુભાઈ કાકડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્ન ૦૭-૦૩-૨૦૨૨ના રોજ જીતેશભાઈ કાકડીયા સાથે થયા હતા. લગ્નના થોડા સમય સુધી તેમને વ્યવસ્થિત રાખી હતી. જે બાદ સાસુ-સસરાની ચડામણીના કારણે પતિએ તેમને ગાળો આપીને માનસિક, શારીરિક દુઃખત્રાસ આપ્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એચ.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.