(એ.આર.એલ),મુંબઇ,તા.૧૮
શેરબજારમાં ચાલી રહેલી તેજી આજે વિરામ પામી હતી. આઈટી શેરોમાં ભારે વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા છે. સવારના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ પર પહોંચ્યા બાદ વેચવાલીનો દબદબો રહ્યો હતો. બજાર બંધ થતાં બીએસઇ સેન્સેક્સ ૧૩૧.૪૩ પોઈન્ટ ઘટીને ૮૨૯૪૮.૨૩ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઇ નિફ્ટી ૪૧ પોઈન્ટ ઘટીને ૨૫૩૭૭.૫૪ પોઈન્ટ પર પહોંચ્યો હતો. બુધવારે આઈટી શેરોએ બજારનો મૂડ બગાડ્યો હતો.આઇટી શેરોમાં ૩ ટકાથી વધુ ઘટ્યા હતા.
તમને જણાવી દઈએ કે વિદેશી મૂડીના પ્રવાહ વચ્ચે બુધવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી તેમના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૨૩૦.૬૬ પોઈન્ટ વધીને ૮૩,૩૧૦.૩૨ની નવી સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો.એનએસઇ નિફ્ટી ૬૦.૦૫ પોઈન્ટના વધારા સાથે ૨૫,૪૭૮.૬૦ પોઈન્ટની નવી વિક્રમી ટોચે પહોંચી હતી. એશિયન બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને જાપાનનો નિક્કી-૨૨૫ નફામાં હતો. મંગળવારે યુએસ માર્કેટ મિશ્ર સેન્ટીમેન્ટ સાથે બંધ થયા હતા. યુએસ ફેડના નિર્ણય પહેલા શેરબજાર સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે. જા ફેડ રેટમાં ઘટાડો કરશે તો બજાર ફરી એકવાર વધી શકે છે. ,
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને એચસીએલ ટેક્નોલોજીસ પ્રત્યેક ત્રણ ટકાથી વધુ ઘટ્યા હતા. આ સિવાય ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને ટાટા મોટર્સ પણ મોટી ખોટમાં હતા. બીજી તરફ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડયા (એસબીઆઇ)ના શેરમાં વધારો થયો હતો. એશિયાના અન્ય બજારોમાં જાપાનનો નિક્કી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ વધ્યો હતો. હોંગકોંગમાં રાષ્ટ્રીય રજાના કારણે બજાર બંધ રહ્યું હતું. યુરોપના મુખ્ય બજારોમાં કારોબાર દરમિયાન ઘટાડો જાવા મળ્યો હતો. મંગળવારે અમેરિકન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું
આભાર – નિહારીકા રવિયા હતું. જિયોજિત ફાઇનાન્શીયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “મિડ-કેપ શેરોનું પ્રદર્શન નબળું રહેવાને કારણે સ્થાનિક બજારમાં થોડું પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું.ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)ની બેઠકમાં પોલિસી રેટ કટના નિર્ણયની અપેક્ષાએ વૈશ્વીક બજારો મિશ્ર રહ્યા હતા. બજાર પોલિસી રેટમાં ૦.૨૫ ટકાના કાપની અપેક્ષા રાખી રહ્યું છે.” શેરબજારના ડેટા અનુસાર મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર હતા. તેણે રૂ. ૪૮૨.૬૯ કરોડના શેર ખરીદ્યા. વૈશ્વીક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૬૩ ટકા ઘટીને ઇં૭૨.૫૦ પ્રતિ બેરલ થયું હતું. મંગળવારે સેન્સેક્સ ૯૦.૮૮ પોઈન્ટ વધીને ૮૩,૦૭૯.૬૬ પોઈન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૪.૮૦ પોઈન્ટના વધારા સાથે ૨૫,૪૧૮.૫૫ પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો.