આઇપીએલ ૨૦૨૫ ની બાકીની મેચો ૧૭ મેથી રમાશે. ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજ અને પ્લેઓફ સહિત કુલ ૧૭ મેચ રમાશે. દરમિયાન, ટુર્નામેન્ટ ફરી શરૂ થાય તે પહેલાં આઇપીએલ ટીમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. આ સંદર્ભમાં, મુંબઈ ઈન્ડીયન્સ ટીમમાં પણ એક મોટો ફેરફાર થવાનો છે. વાસ્તવમાં, ટીમનો ડેશિંગ બેટ્‌સમેન વિલ જેક્સ પ્લેઓફ મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં અને તેના સ્થાને જાની બેયરસ્ટોને ટીમમાં સામેલ કરવામાં આવશે.
જો મુંબઈ ઈન્ડીયન્સ આઈપીએલ પ્લે-ઓફ માટે ક્વોલિફાય થાય છે, તો જાની બેયરસ્ટો વિલ જેક્સના કામચલાઉ રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈ ઈન્ડીયન્સમાં જાડાશે. આ માટે બેયરસ્ટો અને મુંબઈ ઈન્ડીયન્સ ફ્રેન્ચાઇઝ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જેક્સ એમઆઈની છેલ્લી બે ગ્રુપ-સ્ટેજ મેચ માટે ભારતમાં પાછો ફર્યો છે પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોને કારણે તે પ્લેઓફ માટે ઉપલબ્ધ રહેશે નહીં. વાસ્તવમાં, જ્યારે આઇપીએલ પ્લેઓફ મેચ રમાશે, તે સમયે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વનડે શ્રેણી રમાશે. વિલ જેક્સ તે વનડે શ્રેણી માટે અંગ્રેજી ટીમનો ભાગ છે.
જો જાની બેયરસ્ટોને ઈંગ્લેન્ડ બોર્ડ તરફથી એનઓસી મળે છે, તો તે પ્લેઓફ મેચો માટે મુંબઈ ઈન્ડીયન્સ ટીમમાં જાડાશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી મેગા હરાજીમાં બેયરસ્ટો વેચાયા વિના રહ્યા હતા. જૂન ૨૦૨૪ થી તેણે ઈંગ્લેન્ડ માટે કોઈપણ ફોર્મેટમાં કોઈ મેચ રમી નથી. આ અઠવાડિયે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ઓવલ ખાતે યોર્કશાયર તરફથી સરે સામે રમ્યા બાદ તે આઇપીએલ માટે ભારત આવશે.
આઇપીએલ બેયરસ્ટોએ અત્યાર સુધી પાંચ સીઝનમાં કુલ ૫૦ મેચ રમી છે. આ પહેલા, તે સનરાઇઝર્સ હૈદરાબાદ (૨૦૧૯-૨૧) અને પંજાબ કિંગ્સ (૨૦૨૨ અને ૨૦૨૪) વતી રમી ચૂક્યો છે. આઈપીએલમાં તેનો રેકોર્ડ શાનદાર છે. તેણે ૫૦ ઇનિંગ્સમાં ૩૪.૫૪ ની સરેરાશ અને ૧૪૪.૪૫ ના સ્ટ્રાઇક રેટથી ૧૫૮૯ રન બનાવ્યા છે. તેણે આ લીગમાં બે સદી પણ ફટકારી છે.