વડીયાના બરવાળા બાવળ ગામે દીવાલ બનાવવા મુદ્દે સગા ભાઈઓમાં ધબધબાટી બોલી હતી. બનાવ સંદર્ભે સવજીભાઈ નારણભાઈ ભુવા (ઉ.વ.૬૨)એ તેમના જ સગા ભાઈ દિનેશભાઈ નારણભાઈ ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બન્ને ભાઈઓના રહેણાંક મકાન વચ્ચે બેલાની કાચી દીવાલ બનાવેલી હતી.જેને લઈ સગા ભાઈ તેમને અશ્લીલ ગાળો આપતા હોવાથી તેમણે ગાળો બોલવાની તેમજ આ બેલાની દિવાલ પાડવાની ના પાડતા સારૂ નહોતું લાગ્યું. જેથી તેમને બહાર બોલાવી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.