વડિયામાં ગૌસેવા મિત્ર મંડળ દ્વારા પ્રતાપરાય ભાઈચંદભાઈ કામદારના પરિવારના સહયોગથી દાંતના બત્રીસી (ચોગઠા) અને દાંતની સારવારનો કેમ્પ વડિયાની પટેલ વાડીમાં યોજાયો હતો. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય મહાસતીજીના હસ્તે થયું હતું, જેમાં ૧૬૦થી વધુ દર્દીઓએ પોતાના દાંત અને ચોકઠાં બેસાડવાની સારવાર રાજકોટના ડોક્ટરની ટીમ પાસેથી લીધી હતી. આ કાર્યક્રમમાં જૈન સંપ્રદાયના મહાસતીજી, પ્રતાપરાય કામદાર, ઇન્ચાર્જ મામલતદાર ક્રેઝરભાઈ સિંધી, કાળુભાઈ વડેરિયા, ભુપતભાઇ ગોહિલ, ભીખુભાઇ વોરા, સરપંચ મનીષ ઢોલરીયા સહિતના લોકોએ હાજરી આપી હતી. સમગ્ર કેમ્પને સફળ બનાવવા ગૌસેવા મિત્ર મંડળે જહેમત ઉઠાવી હતી.