રાજુલા ખાતે આવેલી ગજેરા હોસ્પિટલ ગોલ્ડ પ્લાઝાના ચોથા માળે એક અનોખી ઘટના જોવા મળી છે. અહીં એક ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે, જેને હવામાનના જાણકારો આ વર્ષે ૧૬ આની એટલે કે ખૂબ સારા વરસાદના સંકેત તરીકે જોઈ રહ્યા છે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલના ધાબા પર ટીટોડીએ ઈંડા મૂક્યાની જાણ થતાં જ બિલ્ડિંગના માલિકે તેમની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લીધા છે. ટીટોડીને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને અગાસી પર કોઈ જઈ ન શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોમાં એવી માન્યતા છે કે જો ટીટોડી એક સાથે ચાર ઈંડા મૂકે તો તે વર્ષે ચોમાસું ખૂબ સારું રહે છે. આ ઉપરાંત, ઈંડા કઈ દિશામાં મૂક્યા છે તે પણ મહત્વનું માનવામાં આવે છે.