ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવનો સિલસિલો ચાલુ છે. ગુરુવારે પણ શેરબજારમાં જબરદસ્ત વોલેટિલિટી જાવા મળી હતી. જાકે અંતે બજાર મામૂલી વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું હતું. આજે બીએસઇ સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧,૬૧૧.૪૧ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ એનએસઇ નિફ્ટી ૫૦ પણ ૧૬.૫૦ પોઈન્ટના વધારા સાથે ૨૪,૯૯૮.૪૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે બુધવારે મ્જીઈ સેન્સેક્સ ૧૬૭.૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧,૪૬૭.૧૦ પોઈન્ટ પર અને નિફ્ટી ૩૧.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪,૯૮૧.૯૫ પોઈન્ટ પર બંધ થયો હતો.
તમને જણાવી દઈએ કે આજે એક સમયે સેન્સેક્સ ૮૨,૦૦૨.૮૪ પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો અને નિફ્ટી ૨૫,૧૩૪.૦૫ પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ આ પછી, બજારમાં કેટલાક તૂટક તૂટક ઉતાર-ચઢાવ આવ્યા અને અંતે બજાર ખૂબ જ નજીવા વધારા સાથે બંધ થયું. ગુરુવારે સેન્સેક્સની ૩૦માંથી ૧૬ કંપનીઓના શેર લીલા નિશાનમાં અને ૧૪ કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. તેવી જ રીતે નિફ્ટી ૫૦માં ૫૦માંથી ૨૩ કંપનીઓના શેર લીલા નિશાનમાં અને ૨૭ કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
આજે કોટક મહિન્દ્રા બેંકનો શેર સેન્સેક્સ માટે સૌથી વધુ ૪.૧૬ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૮૨ ટકા, એચડીએફસી બેન્ક ૧.૭૫ ટકા,પાવર ગ્રીડ ૧.૩૯ ટકા, મારુતિ સુઝુકી ૧.૩૪ ટકા, એકસીસ બેન્ક ૧.૨૦ ટકા,એનટીપીસી ૧.૦૯ ટકાના વધારા સાથે બંધ થયા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી અને એચસીએલ ટેકના શેર પણ લીલા નિશાનમાં બંધ થયા હતા.
ટેક મહિન્દ્રાના શેરમાં આજે સૌથી મોટો ૨.૮૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય સન ફાર્માના શેર ૧.૯૦ ટકા, ઇન્ફોસિસ ૧.૭૮ ટકા, ટાટા મોટર્સ ૧.૧૦ ટકા, ટાઇટન ૧.૦૦ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૭૪ ટકા, ્ઝ્રજી ૦.૫૬ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈÂન્ડયા, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ અને સ્ટેટ બેંકના શેર પણ લાલ નિશાનમાં રહ્યા હતા.