અમરેલી જિલ્લા વિદ્યાસભા દ્વારા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજ- અમરેલીમાં ૧૪/૦૯/૨૦૨૪ના રોજ ‘હિન્દી દિવસ’ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર કાલેજ પરિવાર અને વિદ્યાર્થિનીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતો. કાર્યક્રમના પ્રારંભે હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડા. અરવિંદ ઉપાધ્યાયે હિન્દી ભાષાના ઉદભવ, વિકાસ અને મહત્વ વિશે પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું હતું.