(એ.આર.એલ),મુંબઈ,તા.૩૧
મુંબઈ પોલીસના એન્ટી એક્સટોર્શન સેલને એક મોટી સફળતા મળી છે. એન્ટી એક્સટોર્શન સેલે છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ બિલ્ડર પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાંથી આ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેના પર બિલ્ડર પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. આ આરોપીઓ છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વકીલ અને રિયલ એસ્ટેટ એજન્ટનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં છોટા રાજન ગેંગના સભ્ય ગણેશ રામ શોરડી ઉર્ફે ડેની ઉર્ફે દાદા, રેમી ફર્નાÂન્ડસ, પ્રદીપ યાદવ, મનીષ ભારદ્વાજ અને શશિ યાદવનો સમાવેશ થાય છે. આમાંથી એક આરોપી ક્રાઈમ જર્નાલિસ્ટ જે ડેની હત્યામાં પણ સામેલ હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુંબઈને અડીને આવેલા પાલઘરના નાયગાંવની એક મહિલાએ પોતાની પ્રોપર્ટી એક બિલ્ડરને વેચી દીધી હતી અને તે પછી જ્યારે આ લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ પૈસા પડાવવા માટે બિલ્ડરનો સંપર્ક કર્યો. ધરપકડ કરાયેલા આરોપીએ બિલ્ડરને બાંદ્રાની એક હોટલમાં મળવા બોલાવ્યો હતો જ્યાં તેને કહેવામાં આવ્યું હતું કે બિલ્ડરે જે મહિલા પાસેથી મિલકત ખરીદી હતી તેનો ગણેશ સાથે અગાઉનો વ્યવહાર હતો.
જ્યારે બિલ્ડર અને તેના સાગરિતો મિલકતની તપાસ કરી રહ્યા હતા, ત્યારે ટોળકી સાથે સંકળાયેલા લોકોએ બિલ્ડરને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જા તે ૧૦ કરોડની ખંડણીની રકમ નહીં ચૂકવે તો તેણે પરિણામ ભોગવવું પડશે. પોલીસે જણાવ્યું કે જ્યારે બિલ્ડર આરોપીને મળ્યો ત્યારે તેઓએ તેને પિસ્તોલ બતાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો. સતત ધમકીઓથી ડરીને બિલ્ડરે અલગ-અલગ ગેંગના આરોપીઓને ૭ લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેમની પાસેથી વધુ પૈસાની માંગ કરવામાં આવી રહી હતી.
આ સમગ્ર મામલાને છૂપાવવા માટે, આરોપી પાસેથી ૩ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, ત્યારબાદ બિલ્ડરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સૂચના બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની મદદથી, એક સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બિલ્ડરે આરોપીઓને પૈસા આપવા માટે બોલાવ્યા હતા અને જ્યારે તેઓ તેને મળવા આવ્યા હતા, ત્યારે પોલીસે સ્થળ પરથી ગેંગ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી હતી.