મુંબઈના મુલુંડ વિસ્તારમાં મૂળ સાવરકુંડલાના જૈન પરિવારો દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સતત બીજા વર્ષે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. કાલીદાસ એથેલોન ટર્ફ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં પુરુષોની ૮ અને મહિલાઓની ૪ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કુલ ૧૩૬ ખેલાડીઓએ પોતાનો જુસ્સો દેખાડ્યો હતો. કાર્યક્રમમાં નવીનચંદ્ર છોટાલાલ શેઠ, અનીલભાઈ દોશી, પંકજભાઈ દોશી, પ્રમોદભાઈ સંઘવી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલાથી પત્રકાર પ્રદીપભાઈ દોશી અને કિશોરભાઈ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્ર મહેતા, મનીષ મહેતા, શૈલેષ દોશી સહિતની કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.