(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૧૫
ભૂતપૂર્વ યુએસ રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી કાઈ ટ્ર્મ્પ એ તેના ગ્રાન્ડ પા ટ્રમ્પને ચૂંટણી જીતવાને લઈને અભિનંદન પાઠવ્યા હતા. રિપબ્લક નેતા યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ઉપરાષ્ટપતિ કમલા હેરિસને હરાવી ચૂંટણીમાં જીત મેળવી હતી.કાઈ મેડિસન ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પૌત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસા ટ્રમ્પની પુત્રી છે. જુલાઈમાં રિપબ્લકન નેશનલ કન્વેન્શનમાં તેની તેના ગ્રાન્ડ પા માટેની સ્પચે હેડલાઇન્સ બનાવી હતી, જ્યાં તેણીએ ૭૮ વર્ષીય ટ્રમ્પના જીવનના એક અલગ પાસા પર પ્રકાશ પાડ્યો હતો ત્યારે લોકો તેને જાતા જ રહી ગયા.
તેણે કહ્યુ મારા દાદાની એક અલગ બાજુ શેર કરવા માટે બોલી રહી છું જે લોકો વારંવાર જાતા નથી,” તેણીએ કહ્યું. “મારા માટે, તે એક સામાન્ય દાદા છે. જ્યારે અમારા માતા-પિતા ન જાતા હોય ત્યારે તે અમને કેન્ડી અને સોડા આપાવે છે. તે હંમેશા જાણવા માંગે છે કે અમે શાળામાં કેવું કરી રહ્યા છીએ.” તેમજ તેણે કહ્યું કે તેના દાદા જેટલી મહેનત કરે છે તેટલી મહેનત કોઈ નથી કરી શકતું. તે ખુબ મહેનતુ અને સ્ટ્રોંગ વ્યÂક્તત્વ ધરાવતા માણસ છે. તે સાથે તે મારા માટે સામાન્ય ગ્રાન્ડ પા એટલે કે દાદા છે.ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને પેન્સલવેનિયાના ત્રણ મુખ્ય યુદ્ધભૂમિ રાજ્યો સહિત ૫૦ યુએસ રાજ્યોમાંથી અડધાથી વધુ રાજ્યો જીત્યા છે, જેમાંથી બેએ છેલ્લી ચૂંટણીમાં ડેમોક્રેટિકને મત આપ્યો હતો. તે બાકીના ચાર સ્વંગ રાજ્યો – એરિઝોના, મિશિગન, નેવાડા અને વિસ્કોન્સનમાં પણ આગળ છે. તેની પાસે હવે ૨૬૬ ઈલેક્ટોરલ વોટ છે, જે રાષ્ટÙપતિ પદ જીતવા માટે જરૂરી સંખ્યા છે, જ્યારે હેરિસને માત્ર ૨૦૫ વોટ મળ્યા હતા.