મહારાષ્ટ્રમાં ધનગર સમુદાયને એસટીનો દરજ્જા આપવાના વિરોધમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ ત્રીજા માળેથી કૂદી પડ્યા છે. જાકે, તે ત્રીજા માળેથી નીચે પડ્યો ન હતો પરંતુ જાળમાં ફસાઈ ગયો હતો. પ્રારંભિક માહિતી મુજબ, ઝિરવાલ ધનગર સમાજને એસટી ક્વોટા આપવા વિરુદ્ધ છે. મળતી માહિતી મુજબ, ઝિરવાલ બાદ અન્ય કેટલાક આદિવાસી ધારાસભ્યો પણ જાળી પર કૂદી પડ્યા હતા.
વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવાલની આગેવાની હેઠળ શાસક અને વિરોધ પક્ષોના નેતાઓ, ખાસ કરીને પેસા ભરતી પ્રક્રિયામાં ધનગર સમુદાય દ્વારા આદિવાસી સમુદાયના આરક્ષણમાં ઘૂસણખોરીને રોકવા માટે મજબૂત વલણ અપનાવી રહ્યા છે. તેઓ તેમની માંગણીઓ માટે ૩૦ સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાલ આદિવાસી સમુદાયના અધિકારો અને તેમના અનામતના રક્ષણ માટે કરવામાં આવી રહી હતી. દરમ્યાન ધનગર સમુદાયને એસટીનો દરજ્જા આપવા મામલે સરકારને પડકારતા આજે નરહિર ઝિરવાલ ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો. જા કે આ બનાવમાં તેમને કોઈ જાનહાનિ થઈ નથી. તેઓ નીચે જાળી પર પડયા હતા.
જણાવી દઈએ કે નરહરિ ઝિરવાલ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ અને રાષ્ટÙવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે. મહારાષ્ટ્રમાં આદિવાસી સંગઠનો અને આદિવાસી ધારાસભ્યોએ ભરતી અંગે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી ખાતરી પૂરી ન થવાને કારણે મંત્રાલયની સામે અનિશ્ચિત મુદતની હડતાળ કરવાનો નિર્ણય લીધો હતો. ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલના આ પગલાનાં કારણે સત્તાધારી પક્ષના આદિવાસી ધારાસભ્યોનું આંદોલન મહાયુતિ સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.