ભારત સરકારના મંત્રી સી આર પાટીલ આજે કચ્છનાં પ્રવાસે હતા. આજે વરસાદી પાણી સંગ્રહ અનુલક્ષીને સુમરાસર ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
(એ.આર.એલ),ભુજ,તા.૧૪
ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે. નેતા નહિ, અહી પાર્ટીના નામે વોટ મળે છે. ત્યારે એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય બોલતા સમયે ભાન ભૂલ્યા હતા. ભૂજમાં આયોજિત ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ભાન ભૂલ્યા હતા. ભુજમાં આયોજિત કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન દરમ્યાન ધારાસભ્ય આડકતરી ધમકી આપી બેઠા. માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કાર્યકર્તાઓને ભાજપના કમળનું મહત્વ સમજાવ્યું. સાથે જ કહ્યું કે, ભાજપનું બોર્ડ છે તો તમે છો! કોઈ ગમે તેટલું ફાંકા ફોજદારી કરતું હોય પણ ભાજપનું પાટયું હટે તો કોઈ ઓળખસે પણ નહીંગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભારત સરકારના મંત્રી સી આર પાટીલ આજે કચ્છનાં પ્રવાસે હતા. આજે વરસાદી પાણી સંગ્રહ અનુલક્ષીને સુમરાસર ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો ભુજમાં ભાજપમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ સંબોધનમાં કહ્યું હતું કે, ગમે તેટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં ને હું તેમ કરી દઉં. પણ આ કમળનું ફૂલ હટી ગયું તો પૂરું. અમે આવા કેટલાય જાયા છે ખેરખાં, કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું.કેન્દ્રીય મંત્રી પ્રદેશ પ્રમુખ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે વધારે સભ્યો બનાવાયા હોય તેવા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપÂસ્થત કાર્યકરોએ મિસ્ક કોલ કરીને સદસ્યા પ્રાપ્ત કરી હતી. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, કચ્છને ૧૦ લાખ સભ્ય બનાવવાનું લક્ષ્યાંક છે. સંગઠન માટેના કાર્યક્રમ આખા દેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ૨ કરોડનો ટાર્ગેટ આપ્યો છે. આપણે આ ટાર્ગેટ પાર પાડીશું, યુપી કરતા આપણે ગુજરાતની તાકાત વધુ છે. કચ્છ જિલ્લામાં ૨ લાખ સભ્યોનો ટાર્ગેટ પૂરો થઈ ગયો એછ. કચ્છ જિલ્લામાં ૧૦ લાખ ટાર્ગેટ પૂરો કરી શકીએ એમ છે. પરંપરા મુજબ દર વર્ષે ૬ સભ્ય નવા સભ્ય બનાવામાં આવે છે. કાર્યકરોને સૌથી વધારે સભ્ય બનાવવા માટે રકોર્ડ બનવાના તમે કાર્ય કરો. કચ્છ માડું એક વાર ટાર્ગેટ નક્કી એ પૂરો કરે છે.