અમરેલી જિલ્લાના બોરાળા ગામ નજીક ખાંભા- ઉના હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. ખાંભા તાલુકાના બોરાળા ગામ નજીક પુરપાટ સ્પીડે ટ્રક આવતા ટ્રક ચાલકે બેલેન્સ ગુમાવતા રોડ કાંઠે મકાનની દીવાલમાં ટ્રક ઘૂસી જવાના કારણે અફડાતફડી મચી ગઇ છે. ટ્રક પુરપાટ સ્પીડે મકાનમાં ઘૂસી જવાના કારણે ટ્રક પલટી ગયો હતો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. દીવાલ ધરાશાયી થવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. આ દુર્ઘટના થતા આજુબાજુનાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.