જન સૂરજ પાર્ટી દ્વારા બિહાર વિધાનસભાને ઘેરવા બદલ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર, મનીષ કશ્યપ, પ્રવક્તા વિવેક, પ્રદેશ પ્રમુખ મનોજ ભારતી અને ૨,૦૦૦ અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે. વિધાનસભાની બહાર પ્રદર્શન દરમિયાન થયેલી અથડામણ અને પ્રતિબંધક આદેશોના ઉલ્લંઘનના સંદર્ભમાં પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસ સાથે ઝપાઝપી અને પ્રતિબંધક આદેશોના ઉલ્લંઘનના કેસમાં કલમ ૧૯૧ (૨), ૧૯૦, ૧૩૨, ૨૨૩ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.
૨૩ જુલાઈના રોજ પ્રદર્શન દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં એક યુવાન કાર્યકર્તાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના પછી, પ્રશાંત કિશોરે સરકારને ચેતવણી આપી હતી કે જા તેમની માંગણીઓનો કોઈ જવાબ નહીં મળે તો સમગ્ર બિહારમાં સરકારનું કામકાજ ખોરવાઈ જશે. તેમણે કહ્યું કે જા તમે સૂરજના નિઃશક કાર્યકર પર લાઠીચાર્જ કર્યો છે, તો હું અહીં બેઠો છું, મને મારવા આવો. આ એક પ્રતિબંધિત વિસ્તાર છે, તેથી અમને રોકવાનો પ્રયાસ કરો. જ્યારે મુખ્ય સચિવ અમારી માંગણીઓનો લેખિત જવાબ આપશે ત્યારે જ અમે અહીંથી નીકળીશું.
જન સૂરજ જૂથે બિહાર વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ અથડામણ થઈ. પોલીસ બેરિકેડ લગાવીને તેમને રોકવામાં આવ્યા, જેના કારણે થોડીવાર માટે ઝપાઝપી થઈ અને વિરોધ સ્થળ પર તણાવ વધી ગયો.
અગાઉ, કિશોરે મજૂર તરીકે કામ કરતા લાખો બાળકોની દુર્દશાની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે ગરમી અને મુશ્કેલ પરિ સ્થિતિઓમાં બિહારમાં ૫૦ લાખથી વધુ બાળકો બાળ મજૂર તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ સરકારને તેમની ચિંતા નથી. જા આપણે સરકારને જગાડવી હોય, તો આપણે રસ્તાઓ પર ઉતરવું પડશે. પોલીસ ગમે તે કરે, આપણે આગળ વધીશું.